ગુજરાતમાં એક પણ પોઝીટિવ કેસ નથી - there is not a single positive case in gujarat | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં એક પણ પોઝીટિવ કેસ નથી

ગુજરાતમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી નોંધાયો.

અપડેટેડ 02:13:12 PM Mar 09, 2020 પર
Story continues below Advertisement

દેશ દુનિયામાં હાલ કોરોના વાયરસને લઈને ફફડાટનો માહોલ છે. ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગે રાહતના સમાચાર એ આપ્યા છે કે ગુજરાતમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી નોંધાયો.

કોરોના વાયરલને લઈને સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં એક પણ પોઝીટિવ કેસ નથી, કેબિનેટની બેઠકમાં પણ થઈ કોરોનાની ચર્ચા. ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં એકપણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નથી. આ ખુલાસો રાજ્યના આરોગ્ય વિભાગે કર્યો છે.

સાથે જ આરોગ્ય વિભાગે એલર્ટ હોવાનો દાવો કરતા કહ્યું કે એરપોર્ટ પર સઘન ચેકિંગ થઇ રહ્યું છે. એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવ્યા છે. દરેક જિલ્લામાં આઇસોલેશન વોર્ડ તૈયાર છે. અમદાવાદમાં 576 આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલોને પણ સજ્જ રહેવા આદેશ છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની અપીલ છે.

ગુજરાતની તૈયારીઓથી કેન્દ્રને સંતોષ છે. ગુજરાતની ટીમને દિલ્હીમાં અપાઈ રહી છે ટ્રેનિંગ. WHOની ટીમ આપી રહી છે ટ્રેનિંગ. ગુજરાતમાં 38 સેમ્પલમાંથી 37 નેગેટિવ આવ્યા છે. એક સેમ્પલનો રિપોર્ટ બાકી છે. દરિયા કિનારે પણ સ્ક્રિનિંગના આદેશ છે. 104 ફીવર હેલ્પ લાઈન નંબર જાહેર છે.

આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે અત્યાર સુધી એરપોર્ટ પર 145 ફ્લાઈટના 16 હજાર 400 દર્દીઓને ચેક કરવામાં આવ્યા છે, અમદાવાદ સુરતમાં કોરોન્ટાઇનલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે વિધાનસભામાં આવતા મુલાકાતીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.


MoneyControl News

MoneyControl News

First Published: Mar 07, 2020 12:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.