સૌથીં ઉંચું આકર્ષણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. પીએમ મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. બાદ દેશ વિદેશના પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત આશરે 37 લાખ લોકો લઈ ચૂક્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ પાડી દીધું છે. વિશ્વનાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 100 શ્રેષ્ઠ જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરતા ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે. ટાઈમ મેગેઝીનની વર્ષ 2019ની યાદીમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને અગ્રીમ સ્થાન આપવામા આવ્યું હતું. નિર્માણ થયાના ટૂંકા ગાળામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓ માટે ફરવા માત્ર શ્રેષ્ઠ વિકલ્પ બન્યુ છે.
આટલું જ નહી જે દેશના અનકે રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસ માટે આવે છે. 182 મિટરની ઉંચાઈ જ કેમ રાખવામાં આવી આ સરદારની પ્રતિમાની, કેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે 543 જેટલા રજવાડાઓને એક કર્યા હતા તે વિશે પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે. સાથે જ ગુજરાતીઓ માટે આ ગર્વની વાત હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.
હાલમાંજ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8 મી અજાયબીમાં સામેલ કર્યું છે. જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત કહી શકાય. હવે ચીનની દીવાલ, જોર્ડનનું પેટ્રા, રોમ-ઇટલીનું કોલેઝિયમ(મોટો અખાડો), મેક્સિકોનું શહેર ચિચેનઇટઝા, પેરુનું માચુપીચુ, ભારતનો તાજમહેલ તથા બ્રાઝિલનું ક્રાઇસ ઓફ રિડીમર કે જે રિયો ડી જાનેરીઓની પ્રતિમા બાદ દેશની 8મી અજાયબી તરીકે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ નામ લેવાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને 8મીં અજાયબી તરીકે જાહેર કરતાજ દુનિયામાં ભારત એક માત્ર દેશ છે જેમાં 8 માંથી 2 અજાયબીઓ આવેલા છે. જે ગુજરાત જ નહી પણ દેશને પણ ગર્વ અપાવનાર છે. જ્યારે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8 અજાયબી જાહેર કરવામાં આવી છે ત્યારે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્યો ખુદ દુનિયાના અન્ય દેશમાં તેનો પ્રચાર કરશે. જેનાથી પ્રવાસન ઉદ્યોગને પણ ફાયદો થશે. અને આસપાસમાં વસતા લોકોને પણ રોજગારી મળશે.