ગુજરાત સરકારની વિવિધ યોજાનાઓએ ઉદ્યોગ સાહસિકોને પ્રેરક બળ પુરુ પાડ્યું છે. સરકારની અનેક યોજનાઓનો લાભ લઈને રાજ્યમાં સ્ત્રીઓ સશક્ત બની રહી છે.
ગુજરાતમાં સ્ત્રીઓ આગળ આવે, પગભર બને, સશક્ત બને તે માટે રાજ્યની રૂપાણી સરકાર સરકાર સતત પ્રયત્નશીલ છે... સ્ત્રીઓ તમામ ક્ષેત્રમાં આગળ આવે તે માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહી છે... અને સરકારી યોજનાઓના કારણે લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને વેગ પણ મળ્યો છે. ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની બહેનોને રોજગારી મળી રહે તે માટે સરકાર મેળાવો અને એક્ઝિબિશન કરી રહી છે... અને આ પ્રયત્નો સફળ થઈ રહ્યા છે. સરકારની યોજનાના કારણે આજે બહેનો ખુબ આગળ આવી છે અને પોતાના પરિવારને પણ પગભર કર્યો છે.
અમદાવાદના બાપુનગરમાં રહેતા દયાબેન કોશિયા. જેઓ સરકારની સહાયથી લઘુ ઉદ્યોગ ચલાવે છે. દયાબેનના પરીવારમાં તેમના પતિ અને બે બાળકો છે. બધુ જ બરાબર ચાલતુ હતુ, પણ 2008માં હિરામાં મંદી આવી અને પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયુ. એ સમયે સરકારી યોજના હેઠળ સીલાઈ મશીન આપતા હતા અને મહિલાઓને મશીન લેવા માટે સબસિડી આપતા. કપરા સમયમાંથી પસાર થઈ રહેલા દયાબેનને એ સમયે આશાનું કિરણ દેખાયું. દયાબેન કોશિયાએ પણ સબસિડી લીધી અને મશીન વસાવ્યુ, અને સીવણ કામ કરીને ઘરનુ ગુજરાત ચલાવવાનુ શરુ કર્યુ. તેમણે ગૃહ ઉદ્યોગ ચલાવવા માટે લોન લીધી. ત્યાર બાદ દયાબેન સરકારી સહાય લઈને ધીમે ધીમે આગળ વધ્યા અને હેન્ડવર્ક કરીને પોતાના પરિવારને પગભર કર્યો. આજે દયાબેન 35 થી 40 બહેનોને પણ રોજગારી આપી રહ્યા છે. તેમણે 150 બહેનોને તૈયાર કરી છે.
એક દિવસ એવો હતો કે ઘરનુ ગુજરાત કઈ રીતે ચલવુ અને ઘરનુ ભાડુ કેમ ભરવુ તે પણ સવાલ હતો..પરંતુ સરકારની સહાય અને પોતાની મહેનતથી દયાબેને પોતના ઘરનુ ઘર પણ બનાવ્યુ છે. સાથે સાથે બંને બાળકોને ઉચ્ચ અભ્યાસ પણ કરાવ્યો છે. આજે દયાબેન અને તેનો પરિવાર સક્ષમ બન્યો છે એટલુ જ નહીં.
દયાબેન ગરીબ મહિલાઓને આગળ લાવવા માટે બેંકમાંથી લોન કઈ રીતે મળે અને સબસીડી કઈ રીતે મળે છે તેની પણ માહિતી આપીને ગરીબ બહેનોને સરકારની યોજનાઓથી આગળ લાવવાનુ કામ કરી રહ્યા છે. સંકટ સમયે તારણહાર બનેલી સરકારનો દયાબેનના પરિવારજનો આભાર માની રહ્યા છે.
સરકારની યોજના હેઠળ બહેનોને સીલાઈ મશીનમાં 25 ટકા સબસીડી આપી હતી. જેના કારણે 10 હજાર મહિલાઓએ મશીન લીધા છે અને સીલાઈ મશીનથી 10 હજારથી વધુ કમાય છે અને ઘરનું ગુજરાન ચલાવે છે. સરકારશ્રીની આ યોજનાથી હજારો મહિલાઓ પગભર થઈ છે.. સાથે જ પોતાના પરિવારજનોને પણ સક્ષમ બનાવ્યા છે.