Global Market: ભારતીય બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં આશરે 5000 કરોડની વેચવાલી છે. વાયદામાં પણ વધાર્યા શોર્ટ સોદા થયા છે. GIFT NIFTYમાં આશરે 70 પોઇન્ટ્સનું દબાણ જોવાને મળ્યુ. એશિયામાં પણ નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ USના માર્કેટમાં સતત ત્રીજા દિવસે નફાવસુલી જોવા મળી.
સ્ટીફન મિરોને કહ્યુ દરોમાં ઘટાડો ન કરવાથી અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. મિશેલ બોમેને કહ્યું મોંધવારી ફેડના લક્ષ્યની ખૂબ નજીક છે. ઑસ્ટન ગુલ્સબીએ કહ્યુ ટેરિફના કારણે મોંધવારી વધી શકે છે. જેફ શ્મિટે કહ્યું આટલી ઝડપથી દરોમાં ઘટાડો કરવાની કોઈ જરૂર નથી. લૌરી લોગનએ ફેડે ફંડ રેટને રેપો રેટથી બદલવો જોઈએ.
Q4FY25માં આવક અંદાજ કરતાં વધી. Q4FY25માં આવક $17.6 બિલિયન હતી. આવક $17.4 બિલિયન હોવાનો અંદાજ હતો. FY26માં ઓર્ગેનિક આવક ગ્રોથ 0.5-3.5% છે. સરકારી વ્યવસાયમાં મંદીના કારણે આવકમાં ઘટાડો થઈ શકે છે. આવકમાં 1% થી 1.5% ઘટાડો થવાની ધારણા છે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 42.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.35 ટકાના ઘટાડાની સાથે 45,594 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.10 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.49 ટકા ઘટીને 25,636.54 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.83 ટકાના ઘટાડાની સાથે 26,265.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.51 ટકા તૂટીને 3,384.04 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 8.92 અંક એટલે કે 8.23 ટકા લપસીને 3,845.07 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.