કોરોના વાયરસનો કેર અને ક્રૂડ ઓઇલ માટે સાઉદી અને રશિયા વચ્ચે લડાઇના કારણે માર્કેટમાં આજે સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. ખરાબ વૈશ્વિક સંકેતોથી ભારતીય માર્કેટ ભારે ઘટાડો જોવા મળ્યો છે. યસ બેન્કમાં સંકટ અને દુનિયાભરના માર્કેટમાં વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઇન્ટ્રા ડેનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 2400 પોઇન્ટ સુધીના કડાકા બાદ અંતે 1940 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયું જ્યારે નિફ્ટીમાં સાડા 500 પોઇન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો.
માર્કેટના એક્સપર્ટ્સનું આજના ઘટાડા અંગે શું કહેવું છે.
મિહિર વોરાનું કહેવુ છે કે કોરોના વાયરસને લીધે વૈશ્વિક ગ્રોથનો વ્યુ અનિશ્ચિત થયો છે. બે ત્રિમાસિક સુધી વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ રહી શકે છે. ભારતમાં પણ FIIના ફ્લોમાં 3-6 મહિના માટે ઘટાડો આવી શકે છે. વેલ્યુએશન માર્કેટમાં ઘણાં ઉંચા હતા. વેલ્યુએશનને ટકાવવા ગ્રોથની જરૂર હતી, જે હવે અનિશ્ચિત છે. આ બધા કારણોથી માર્કેટમાં ઉતાર ચઢાવ છે.
વિકાસ ખેમાણીનું કહેવું છે કે સોના સિવાય તમામ અસેટ ક્લાસમાં કરેક્શન આવ્યું છે. કોરોના વધુ ફેલાય તેની બધાને હાલ ચિંતા છે. US માર્કેટમાં કોરોનાને લીધે મંદી આવે એવી ચિંતા છે. આ કારણથી બધા જ માર્કેટમાં કરેક્શન આવ્યું છે. ભારત પર વૈશ્વિક સ્લોડાઉનની અસર ઓછી થશે. સ્લોડાઉન ભારત માટે મધ્યમ ગાળે પોઝિટિવ થઈ શકે છે. માર્કેટ બોટમથી વધારે દૂર નથી.
દિપન મહેતાનું કહેવુ છે કે કોરાનાને લીધે તો ચિંતા હતી, પણ ક્રૂડના ભાવ ઘટતા વધુ સેન્ટિમેન્ટ બગડ્યા છે. વધારે પડતી ETFમાંથી વેચવાલી આવી રહી છે. ટેક્નિકલ્સના કારણે સ્ટોપ લોસ ટ્રીગર થઈ રહ્યા છે. ફંડામેન્ટલ નહીં પણ, ટેક્નિક્લસ, લિક્વિડિટી અને વૈશ્વિક કારણોને લીધે દબાણ છે. કોમોડિટી માર્કેટમાં આવેલા પડકારને કારણે વધુ વેચવાલી આવી છે.