સ્ટૉક માર્કેટના હાલ ઉથલપાથલમાં આઈટી શેરોની સૌથી વધારે માર સહન કરવા પડે છે. આઈટી સેક્ટરમાં રોકાણ કરવા વાળા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો પર પણ તેના કડાકાની અસર જોવા મળી શકે છે. 2022માં અત્યાર સુધી ટેક્નોલૉજી સેક્ટર ફંડોમાં 22.78 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે આ સમય ગાળામાં ફ્લેક્સી કેપ ફંડોમાં 1.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અહીં આપેલા આંકડા Value researchના વિવરણ પર આધારિત છે.
નોંધપાત્ર છે કે ગયા વર્ષ આઈટી સેક્ટર તમામ રોકાણકારોની આંખનો તારો બન્યો હતો. આવો જાઈએ હાલના ઘટાડા બાદ ટેક્નોલૉજી સેક્ટર પર કેવી રહેવી જોઈએ અમારી નજર?
આઈટી સેક્ટરમાં ભારતની અમુક મોટી કંપનીઓના નામ સામેલ છે. તેમાંથી તમામ કંપનીઓની બેલેન્સશીટ અને એર્નિંગ ગ્રોથ ઘણી સારી સ્થિતિમાં છે. તેણે કેશ જનરેટિંગ મશીન પણ માનવામાં આવે છે. જોકે કોવિડ મહામારીના દરમિયાન આઈટી શેરોમાં આવી મજબૂત ખરીદારીને કારણે હવે તેના વેલ્યૂએસન ઘણી મોંઘી થઈ ગઈ છે. 04 જાન્યુઆરી 2022ને નિફ્ટી આઈટી ઇન્ડેક્સના પ્રાઈઝ ટૂ અર્નિંગ મલ્ટીપ્લ 39.58 ગુણા પર પહોંચી ગઈ હતી. ભારતીય આઈટી સ્ટૉક ગ્લોબલ સ્તર પર આઈટીને લઇને બન્યા પોઝિટીવ સેગમેન્ટને કારણે કોવિડ કાલમાં તેના હાઈ પર પહોંચી ગઈ. પરંતુ 2022માં સ્થિતિઓ બદવાનું પણ શરૂ થયું.
આ સેક્ટરને અમુક કંપનીઓ ખાસકરીને નાવ જમાનાની ટેક કંપનીઓ વિદેશી બજારમાં પણ લિસ્ટેડ છે. તેના સિવાય આ કંપનીઓ ખોટમાં પણ ચાલી રહી હતી. વ્યાદ દરોમાં વધારાની સાથે આ કંપનીઓને લઇને રોકાણકારોની નજર બદલી અને લોકોએ તેમાં વેચામ શરૂ કરી દીધું. આ વેચાણનો પ્રભાવ ભારતીય બજારમાં પણ જોવા મળ્યો અને તેના પહેલી અને વધારે માર તે આઈટી કંપનીઓ પર પડી જેના વેલ્યૂએશન ઘણી મોંઘી જોવા મળી રહી હતી.
નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આ સમય 28857ની આસપાસ જોવા મળી રહ્યો છે જ્યારે 4 જાન્યુઆરી 2022એ તે 39370ના હાઈ પર હતા. આ સમય આઈટી કંપનીઓના પ્રાઈઝ ટૂ અર્નિંગ રેશિયો 26 ગુણો પર છે.
આવકમાં મજબૂતીના સંકેત કાયમ
અમેરીકામાં સંભાવિત મંદી ભારતીય આઈટી કંપનીઓ માટે સૌથી મોટો ભય બન્યો છે. તો પણ બજાર જાણકારોનું કહેવું છે કે લાંબા સમયના નજર્યાથી આઈટી સેક્ટર સારી સ્થિતિમા છે.
Tata Mutual Fundના મીતા શેટ્ટીનું કહેવું છે કે આઈટી શેરોના વેલ્યુએશનની સરખામણી રૂપથી હવે સારૂ લાગી રહ્યું છે. સંપૂર્ણ દુનિયામાં આઈટી પર થવા વાળા ખર્ચ પણ આગળ મજબૂત બન્યા રહેવનું સંકેત છે. ક્લાઉડ સર્વિસિઝમાં આગળ પણ તેજી ચાલું રહેવાની સંભાવનાને કારણે આવતા થોડા વર્ષોમાં આઈટી સ્પેસમાં સારી ગ્રોથ જોવા મળશે. ક્લાઉડ માઇગ્રેશનમાં ભારતીય આઈટી કંપનીઓનું ખૂબ મહત્વનું રોલ છે. ઑટોનોમસ વ્હીકલ, મેન્યુફેક્ચરિંગમાં ઑટોમેશન, મોબિલિટી, કસ્ટમર એક્સપીરિયન્સ, આર્ટિફિશલ ઇન્ટેલિજેન્સ અમુક એવા સેક્ટર છે જેણે આગળ ભારતીય આઈટી કંપનીઓના રેવેન્યૂમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે.