હોળીના તહેવાર પર જાણો એક્સપર્ટ્સની ટોપ પિક્સ - top picks for experts at holi festival | Moneycontrol Gujarati
Get App

હોળીના તહેવાર પર જાણો એક્સપર્ટ્સની ટોપ પિક્સ

આગળ જાણકારી લઇશું વિલિયમ ઑ નિલના મયુરેશ જોશી, HDFC સિક્યોરિટીઝના દિપક જસાણી, માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી.

અપડેટેડ 03:26:18 PM Mar 11, 2020 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    દર વર્ષે હોળીના તહેવાર પર એક્સપર્ટ્સની ટોપ પિક્સની વુગતો લઇએ છે. આ વર્ષે કયા ટોપ પિક્સ પર ફોકસ કરવું જોઇએ. આગળ જાણકારી લઇશું વિલિયમ ઑ નિલના મયુરેશ જોશી, HDFC સિક્યોરિટીઝના દિપક જસાણી, માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી.

    વિલિયમ ઑ નિલના મયુરેશ જોશીની પસંદ પિક્સ-

    પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર રૂપિયા 1415 સ્ટૉપલૉસ રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.

    અલ્કેમ લેબ્સ પર રૂપિયા 2175 સ્ટૉપલૉસ રાખી શકાય છે. આ શેરને રૂપિયા 2400 રૂપિયામાં ખરીદી કરી શકાય છે.

    એચડીએફસી સિક્યોરિટીઝના દિપક જસાણીની પસંદ પિક્સ-


    આઈટીસી પર લક્ષ્યાંક રૂપિયા 211-232 છે. આ શેરની ખરીદી કરી શકાય છે.

    ફેરશેમ સ્પેશિયલીટી પર લક્ષ્યાંક રૂપિયા 690-750 છે. આ શેરની ખરીદી કરી શકાય છે.

    માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદ પિક્સ-

    વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ-

    પ્રમોટરોનો 50 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડમાં છે. ઈન્શ્યોરન્સ કંપનીમાં 21.15 ટકા હિસ્સો ઘરાવે છે. એફપીઆઈ અને એઆઈએફ 15.74 ટકા હિસ્સો ધરાવે છે. ક્વાર્ટર 3 નાણાકિય વર્ષ 2020માં નફો 58 ટકા વધીને રૂપિયા 35.04 કરોડ પર છે. ક્વાર્ટર 3 નાણાકિય વર્ષ 2020માં આવક 17 ટકા વધીને રૂપિયા 251.33 કરોડ પર છે.

    ક્વાર્ટર 3 નાણાકિય વર્ષ 2020માં ઈપીએસ રૂપિયા 34.63 પર રહ્યું છે. નાણાકિય વર્ષ 2020માં નફો 48 ટકા વધીને 77.84 કરોડ પર રહ્યો છે. નાણાકિય વર્ષ 2020માં આવક વધીને 633.55 કરોડ પર છે. નાણાકિય વર્ષ 2020માં EPS રૂપિયા 76.94 પર રહ્યો છે.

    નાણાકિય વર્ષ 2019માં 150 ટકા રેગ્યુલર ડિવિડન્ડ આપ્યું હતું. નાણાકિય વર્ષ 2019માં 75 ટકા સ્પેશ્યલ ડિવિડન્ડ આપ્યું હતું. છેલ્લા 5 વર્ષનું CAGR 31.57 ટકા પર છે. TTMના મતે P/E રેશ્યો 11.5x છે.

    વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ પર રૂપિયા 1115 સ્ટૉપલૉસ કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1750-1850 છે. આ શેરની ખરીદી કરી શકાય છે.

    આઈઓએલ કૅમિકલ્સ એન્ડ ફાર્મા-

    વિશ્વની એકમાત્ર backward integrated Ibuprofen ઉત્પાદ કરનાર કંપની છે. વૈશ્વની બીજી ISO Butyl Benzene બનાવનાર સૌથી મોટી કંપની છે. Ethyl Acetate ઉત્પાદન કરનાર સૌથી મોટી કંપની છે. કંપનીની કેપેસિટી 87000 TPA છે.

    હાલ 56 દેશોમાં બિઝનેસ છે. નાણાકિય વર્ષ 2020માં નફો રૂપિયા 271.03 કરોડ પર છે. નાણાકિય વર્ષ 2020માં આવક રૂપિયા 1463.68 કરોડ પર છે. ઇપીએસ રૂપિયા 47.64 પર છે. કંપનીએ રૂપિયા 115.69 કરોડનું પેમેન્ટ ચૂકવ્યું છે. P/E રેશ્યો 3.75x છે.

    આઈઓએલ કૅમિકલ્સ પર રૂપિયા 200 સ્ટૉપલૉસ કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 375-400 છે. આ શેરની ખરીદી કરી શકાય છે.

    મહિન્દ્રા EPC ઈરિગેશન-

    હાલ વિશ્વભરમાં agriculture irrigation systems વેચે છે. ભારતની ટોપ 5 કંપનીઓ માંથી એક છે. કંપનીએ ક્વાર્ટર 3 નાણાકિય વર્ષ 2020 અને નાણાકિય વર્ષ 2020 સારા પરિણામ રજૂ કર્યા છે. ક્વાર્ટર 3 નાણાકિય વર્ષ 2020માં નફો 98 ટકા વધીને રૂપિયા 7.77 કરોડ પર છે.

    ક્વાર્ટર 3 નાણાકિય વર્ષ 2020માં આવક રૂપિયા 82.7 કરોડ પર છે. નાણાકિય વર્ષ 2020માં નફો 130 ટકા વધીને રૂપિયા 13.71 કરોડ પર છે. નાણાકિય વર્ષ 2020માં આવક રૂપિયા 201.3 કરોડ પર છે. P/E રેશ્યો 16x છે.

    મહિન્દ્રા પર રૂપિયા 75 સ્ટૉપલૉસ કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 165-185 છે. આ શેરની ખરીદી કરી શકાય છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 09, 2020 2:02 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.