આવો જાણીએ વીમેન્સ ડે પર માર્કેટની એક્સપર્ટ મહિલાઓ પાસેથી રોકાણમંત્ર.
વેન્ચુરા સિક્યોરિટીઝના ફોરમ પારેખની પંસદગીની પિક્સ:
એસ્કોર્ટ્સ -
એસ્કોર્ટ્સ પર લક્ષ્યાંક ₹1000 રાખો. MSP વધારે છે એટલે ગ્રામિણ માગ વધશે. MSP વધવાથી એસ્કોર્ટ્સને ફાયદો થશે. એસ્કોર્ટ્સની 75% આવક ટ્રેક્ટર બિઝનસથી છે. એસ્કોર્ટ્સનો માર્કેટ શેર સેગમેન્ટમાં વધશે.
આઈઆરસીટીસી -
આઈઆરસીટીસી પર લક્ષ્યાંક ₹2000 રાખો. રેલ નીરમાં માર્કેટ લીડર છે કંપની. રેલ નીરમાં કંપનીની ઈજારાશાહી ટકી રહેશે. ઈ-ટિકિટનો બિઝનેસ વધી રહ્યો છે.
મેટ્રોપોલિસ હેલ્થકેર -
મેટ્રોપોલિસ હેલ્થકેર પર લક્ષ્યાંક 2500 રાખો. 5 શહેરમાં પેનિટ્રેશન વધારવા પર કંપનીનું ફોકસ છે. કંપની પશ્ચિમ અને દક્ષિણ ક્ષેત્રમાં માર્કેટ લીડર છે.
જીએમઆર ઈન્ફ્રા -
જીએમઆર ઈન્ફ્રા પર લક્ષ્યાંક 25 રાખો. નાણાકીય વર્ષ 21 માં કંપની નફામાં આવે એવી આશા. એરપોર્ટ બિઝનેસ સારો અને કેશ ફ્લો પોઝિટિવ છે.
પ્રભૂદાસ લીલાઘરના વૈશાલી પારેખની પસંદગીની પિક્સ:
સિમેન્સ -
સિમેન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 1250 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1450 છે. આ શેરને ખરીદી શકાય છે.
બ્રિટાનિયા -
બ્રિટાનિયા પર સ્ટૉપલૉસ રૂપિયા 2800 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 3500-3700 છે. આ શેરને ખરીદી શકાય છે.
બાટા ઈન્ડિયા -
બાટા ઈન્ડિયા પર સ્ટૉપલૉસ રૂપિયા 1400 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1800 છે. આ શેરને ખરીદી શકાય છે.