Nirmala Sitharaman: UPA સરકારના 10 વર્ષના કાર્યકાળ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ‘વ્હાઈટ પેપર' રજૂ કર્યું છે. આ શ્વેતપત્રમાં 2004થી 2014 સુધી ચાલનારી UPA સરકાર પર આર્થિક ગેરવહીવટનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશનું દેવું અને સામાન્ય માણસના સ્વાસ્થ્ય વગેરે પર ખર્ચમાં વધારો થવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. શ્વેતપત્ર સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને હવે તેના પર ચર્ચા થશે. તે પછી નાણામંત્રી પોતે ચર્ચાનો જવાબ આપશે. શ્વેતપત્રમાં UPM યુગ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાં નબળાઈનો પણ દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે UPA સરકારના કાર્યકાળ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રની સજ્જતા નબળી હતી.