રાજ્યસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચુક્યું છે બંન્ને પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દિધું છે. કોંગ્રેસના નેતાઓએ જીતના દાવા કર્યા.
રાજ્યસભાની ચૂંટણીને લઇ જોરશોરથી રાજનીતિ તેજ બની ગઇ છે. કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાના ઉમેદવાર માટે ઉમેદવારી ફોર્મ ભરી દિધું છે. આગામી 26 માર્ચના રોજ મતદાન યોજાશે.ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપ પર પ્રહાર કર્યા તેમણે જોડતોડની રાજનીતિમાં ભાજપ ફાવશે નહીં તેવો આક્ષેપ કર્યો.
તો શક્તિસિંહ ગોહિલે પણ જીતના નિર્ધાર સાથે ઉમેદવારી નોંધાવી. બંન્ને ઉમેદવારો સાથે અનેક કોંગી નેતાઓએ હાજર આપી હતી. શક્તિસિંહે પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો.
તો આ બધા વચ્ચે અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસને ખેમામાં નજરે આવ્યા. જો કે તેણે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતમાં સ્પષ્ટ જણાવ્યું કે મારો મત ભાજપને નહીં જ મળે.
રાજ્યસભાની ચૂંટણીને લઇ અત્યારથી ગરમાવો વધી ગયો છે એક બેઠકને લઇ ભારે રસાકસી ઉભી થશે તે નક્કી છે. કોંગ્રેસ માટે ગુમાવવા જેવું કશું નથી તો ભાજપ એક બેઠક છોડે તેવા મૂડમાં દેખાતી નથી. તેવામાં નરહરિ અમિન મળેલા મોકાને ચોગ્ગાના રૂપમા જોઇ રહ્યા છે.