લોકસભામાં દિલ્હી હિંસા પર હોબાળા બાદ કોંગ્રેસના સાંસદો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્પીકરે કોંગ્રેસના 7 સાંસદોને હાલના બજેટ સત્રથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સાંસદોમાં ગૌરવ ગોગોઇ, ટી એન પ્રતાપન, ગુરજીત સિંહ સહિત 7 સાંસદ છે જેમણે આ આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.