PM Modi Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ આવાસ પર બંને નેતાઓ વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત થઈ. જો કે પીએમ મોદીને મળ્યા બાદ નીતિશ કુમારે મીડિયા સાથે વાતચીત કરી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ નીતિશ કુમાર ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.. બિહારમાં સત્તાના સમીકરણમાં આવેલા બદલાવ અને લગભગ દોઢ વર્ષ બાદ એનડીએમાં તેમની વાપસી બાદ પીએમ-સીએમની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.