ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ નવા વાઇસ પ્રેસિડેન્ટની પસંદગીની રેસ શરૂ, BJP શું વિચારી રહી છે?
Vice President of India: આગામી દિવસોમાં સંભવિત નામો પર વિચારણા કરવામાં આવશે. BJP પાસે આ પદ માટે લાયક નેતાઓનો એક મોટો પૂલ છે. આ પદ માટે વિવિધ રાજ્યોના ગવર્નર તરીકે સેવા આપી ચૂકેલા નેતાઓ, સંગઠનના અનુભવી નેતાઓ અથવા કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.
આગામી દિવસોમાં સંભવિત નામો પર વિચારણા કરવામાં આવશે.
Vice President of India: ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સોમવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યું, જેના પગલે હવે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના NDAને ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટેના ઇલેક્ટોરલ કોલેજ માં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત છે, તેથી સૌની નજર BJPના આગામી ઉમેદવાર પર ટકેલી છે.
આગામી દિવસોમાં સંભવિત નામો પર વિચારણા કરવામાં આવશે. BJP પાસે આ પદ માટે લાયક નેતાઓનો એક મોટો પૂલ છે. આ પદ માટે વિવિધ રાજ્યોના ગવર્નર તરીકે સેવા આપી ચૂકેલા નેતાઓ, સંગઠનના અનુભવી નેતાઓ અથવા કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડ પણ ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા.
કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ?
આ મુદ્દે વાત કરતા BJP ના એક નેતાએ જણાવ્યું કે, "અમે હજુ આ અંગે વિચારણા કરી રહ્યા છીએ. મારું માનવું છે કે પાર્ટી કોઈ એવા વ્યક્તિને પસંદ કરશે જે સોલિડ વિકલ્પ હોય અને જેના પર કોઈ વિવાદ ન હોય." તેમણે વધુમાં ઉમેર્યું કે, પાર્ટીનો કોઈ અનુભવી વ્યક્તિ જ પસંદગીનો વિકલ્પ બની શકે છે.
કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ આપ્યું રાજીનામું
જાણકારોના મતે, જનતા દળ (યુનાઇટેડ) ના સાંસદ અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ ને પણ સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. હરિવંશ નારાયણ સિંહ 2020થી આ પદ પર કાર્યરત છે અને તેમને સરકારનો વિશ્વાસ પ્રાપ્ત છે. મહત્વનું છે કે, 74 વર્ષીય ધનખડે 2022માં ઉપરાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. જોકે, તેમણે આ કાર્યકાળ પૂરો થાય તેના બે વર્ષ પહેલાં જ રાજીનામું આપી દીધું છે.