પહેલા તબક્કાના મતદાન પહેલા ઝંઝાવાતી પ્રચાર: ભાજપ, કોંગ્રેસ, આપના કેન્દ્રીય નેતાઑની ઉતરી ફોજ - ahead of the first phase of polling a frenetic campaign | Moneycontrol Gujarati
Get App

પહેલા તબક્કાના મતદાન પહેલા ઝંઝાવાતી પ્રચાર: ભાજપ, કોંગ્રેસ, આપના કેન્દ્રીય નેતાઑની ઉતરી ફોજ

પ્રચંડ પ્રચારના ભાગરૂપે PM મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે PM મોદી 4 જાહેર સભાને સંબોધી રહ્યાં છે.

અપડેટેડ 02:04:02 PM Nov 28, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: કોંગ્રેસના ખડગે મહેસાણામાં, પંજાબના CM માન વડોદરામાં, તો PM મોદી સૌરાષ્ટ્ર સર કરવા 42 દિવસમાં બીજીવાર રાજકોટની મુલાકાતે, તો અમિત શાહ અરવલ્લીમાં કરશે ચૂંટણી પ્રચાર અને CM ભૂપેન્દ્ર પટેલ મહેસાણામાં જબરદસ્ત રોડશો કરશે
પ્રચંડ પ્રચારના ભાગરૂપે PM મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે PM મોદી 4 જાહેર સભાને સંબોધી રહ્યાં છે. જેમાં રાજકોટ ,અંજાર પાલીતાણાં અને જામનગરનો સમાવેશ થાય છે. PM મોદીની રાજકોટમાં જાહેર સભા કરશે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર સર કરવા 42 દિવસમાં બીજીવાર PM મોદી રાજકોટની મુલાકાતે જશે. જયા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડના આંગણે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - અલવિદા ભાજપ, પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પ્રવાસે આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ત્યારબાદ મહેસાણામાં મલ્લિકાર્જુન ખડગેની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાંરે અમદાવાદના બહેરામપુરામાં પણ તેઑ જનસભા સંબોધશે.

વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. ત્યારે અમિત શાહ અરવલ્લીમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. જ્યાં અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભામાં બેઠકના ભાજપના ઉમેદવાર પી.સી. બંરડાના ટેકામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણામાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. તેવામાં આજે CM ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાત લઇ રહ્યાં છે. જ્યાં બહુચરાજી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવરના સમર્થનમાં બહુચરાજીમાં CM ભૂપેન્દ્ર પટેલ જબરદસ્ત રોડશો કરશે, જે રોડ-શોનો બહુચરાજી માતાજીના મંદિરથી પ્રારંભ કરવામાં આવનાર છે. બીજી તરફ આપ પણ પોતાનું એડીચોંટીનું જોર લગાવી બરોબરની ટક્કર આપી રહી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનના સતત રોડ શો યોજાઇ રહ્યાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2022 12:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.