AMC ચૂંટણી 2026માં OBC બેઠકો 19થી વધીને 52 થશે, સામાન્ય 76થી ઘટીને 59. મહિલાઓ 96 બેઠકો પર લડશે.
AMC Election 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આગામી સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરી 2026માં યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે 28 ઓક્ટોબરે બેઠકોની નવી ફાળવણી જાહેર કરી છે, જેમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. કુલ 192 બેઠકોમાં OBC માટે 27 ટકા અનામતને કારણે બેઠકો 19થી વધીને 52 થશે, જ્યારે સામાન્ય શ્રેણીની બેઠકો 76થી ઘટીને 59 થશે. આ ફેરફારથી રાજકીય પક્ષોમાં હલચલ વધી છે.
અનામતનું નવું માળખું
મહિલા અનામત: 50 ટકા અનામતને કારણે 96 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
ચાંદખેડા, થલતેજ, નારણપુરા, સૈજપુર, ખાડિયા, મકતમપુરા, દાણીલીમડા, ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા. દખેડા વોર્ડમાં SC માટે 1 પુરુષ અને 1 મહિલા બેઠક અનામત છે. વાસણા વોર્ડમાં 1 SC પુરુષ બેઠક અનામત છે.
ચાંદખેડા વોર્ડમાં OBC અનામત નહીં
ચાંદખેડા વોર્ડમાં પહેલેથી SC (1 પુરુષ, 1 મહિલા) અને ST (1 મહિલા) બેઠકો અનામત હોવાથી અહીં OBC અનામત લાગુ થશે નહીં.
રાજકીય હલચલ
ભાજપ, કોંગ્રેસ અને MIMના કોર્પોરેટરોમાં ટિકિટ માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. ભાજપની ‘નો રીપીટ થિયરી’ હેઠળ 3 કે તેથી વધુ ટર્મવાળા કોર્પોરેટરોની ટિકિટ કપાશે. બેઠકોના રોટેશનથી પણ કચવાટ વધ્યો છે. ચૂંટણીમાં 2011ની વસ્તી ગણતરી (56.64 લાખ) આધારે વોર્ડ દીઠ સરેરાશ 1.18 લાખ વસ્તી ગણાશે. નવા અનામત નિયમો પક્ષો માટે મોટો પડકાર બનશે.