કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોની સંખ્યા પાંચ પર પહોંચી ગઇ છે. બે દિવસથી સંપર્ક વિહોણા થયેલા ડાંગના ધારાસભ્ય મંગળ ગાંવિતે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેના પગલે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આ સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા 68 થઇ છે.