One Nation One Election : 'એક દેશ, એક ચૂંટણી' પ્રસ્તાવને કેબિનેટે આપી મંજૂરી, બિલ ટૂંક સમયમાં સંસદમાં થઈ શકે છે રજૂ | Moneycontrol Gujarati
Get App

One Nation One Election : 'એક દેશ, એક ચૂંટણી' પ્રસ્તાવને કેબિનેટે આપી મંજૂરી, બિલ ટૂંક સમયમાં સંસદમાં થઈ શકે છે રજૂ

'વન નેશન વન ઈલેક્શન' પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આ બિલ આ સત્રમાં સંસદમાં મુકવામાં આવી શકે છે.

અપડેટેડ 03:16:08 PM Dec 12, 2024 પર
Story continues below Advertisement
'એક દેશ, એક ચૂંટણી'નો અર્થ છે કે ભારતના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ.

One Nation One Election : 'વન નેશન વન ઈલેક્શન' પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલ અંગે તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. બાદમાં તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ એક દેશ એક ચૂંટણી સંબંધિત રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદા મંત્રીએ કેબિનેટમાં એક દેશ, એક ચૂંટણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસ્તાવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થશે

'એક દેશ, એક ચૂંટણી' અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે. રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પ્રથમ ચરણમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એકસાથે યોજવી જોઈએ. સમિતિએ ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.


શું છે 'એક દેશ, એક ચૂંટણી'નો કોન્સેપ્ટ?

વાસ્તવમાં પીએમ મોદી લાંબા સમયથી 'એક દેશ, એક ચૂંટણી'ની વકાલત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માત્ર ત્રણ-ચાર મહિના માટે જ થવી જોઈએ, આખા 5 વર્ષ સુધી રાજકારણ ન થવું જોઈએ. તેમજ ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થવો જોઈએ અને વહીવટી તંત્ર પર બોજ ન વધવો જોઈએ. 'એક દેશ, એક ચૂંટણી'નો અર્થ છે કે ભારતના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ.

અગાઉ પણ યોજાઈ છે એક સાથે ચૂંટણી

એક દેશ એક ચૂંટણી એ ભારત માટે નવો ખ્યાલ નથી. દેશમાં આઝાદી પછી 1967 સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થતી હતી. 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ રાજ્યોની પુનઃરચના અને અન્ય કારણોસર ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાવા લાગી હતી.

આ પણ વાંચો-Agri commodity : ઘઉંને લઈને મોટા સમાચાર, સરકારે ઘટાડ્યો સ્ટોક લિમિટ, ઘઉંના ભાવ આવશે અંકુશમાં?

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2024 3:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.