મુખ્ય ચૂંટણી અઘિકારી પી.ભારતીએ પરિવાર સાથે કર્યું મતદાન, 50%થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ - chief electoral officer pbharti casts vote with family visits command and control center in gandhinagar | Moneycontrol Gujarati
Get App

મુખ્ય ચૂંટણી અઘિકારી પી.ભારતીએ પરિવાર સાથે કર્યું મતદાન, 50%થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ

GUJARAT ELECTION 2022: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ આજે સવારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

અપડેટેડ 03:52:54 PM Dec 05, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTION 2022: ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પરિવારજનો સાથે આજે સવારે 8:00 વાગે ૩૬ ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-9 માં બુથ નંબર-144 ખાતે પી. ભારતી સાથે તેમના પરિવારજનોએ મતદાન કર્યું હતું. દીકરી ઈશાએ ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે પહેલી વખત મતદાન કર્યું હતું. આ સાથે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ પણ સેક્ટર-9 માં બૂથ નંબર-144 ખાતે 36-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું. જ્યારે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેકે ગાંધીનગરના સેક્ટર-7 માં સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું હતું હતું.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લીધી મુલાકાત
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ આજે સવારે ગાંધીનગરના સેક્ટર-19 માં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી.

લાઈવ વેબકાસ્ટિંગ પર ચાંપતી નજર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 14 જિલ્લાઓમાં 26,409 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. 50% થી વધારે મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 13,319 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઈવ વેબકાસ્ટિંગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

 

MoneyControl News

MoneyControl News

First Published: Dec 05, 2022 11:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.