રાજ્યમાં હાલ ચૂંટણી જંગ જામ્યો છે. રાજ્યમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે ભાજપના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો કોંગ્રેસમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. ત્યારે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણીને લઇને નિવેદન આપતા કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.