Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર ભારતની જનતા સાથે રૂબરૂ થવા માટે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી પણ આ યાત્રામાં જોવા મળશે. કોંગ્રેસ 67 દિવસમાં મણિપુરથી મુંબઈનું અંતર કાપશે. આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે જનતાનું સમર્થન મેળવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.