Congress MLA CJ Chavda Resigns : ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, લોકસભા ચૂંટણી પહેલા ડૉ. સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું | Moneycontrol Gujarati
Get App

Congress MLA CJ Chavda Resigns : ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, લોકસભા ચૂંટણી પહેલા ડૉ. સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું

Congress MLA CJ Chavda Resigns : એક સાંધો ત્યાં તેર તૂટે, લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વીજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે.ચાવડાએ રાજીનામું આપતા રાજકારણમાં ફરી ખળભળાટ મચી જવા પામ્યો છે.

અપડેટેડ 11:37:00 AM Jan 19, 2024 પર
Story continues below Advertisement
Congress MLA CJ Chavda Resigns : એક સાંધો ત્યાં તેર તૂટે, લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

Congress MLA CJ Chavda Resigns : ચૂંટણી આવે એટલે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થતો દેખાતો હોય છે. લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને એક પછી એક ફટકો પડ્યો છે. ગુજરાત કોંગ્રેસના વધુ એક સિનિયર ધારાસભ્યએ આજે રાજીનામું આપ્યું છે. વીજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે. ત્યારે સીજે ચાવડા ગમે ત્યારે કેસરિયા કરશે.

કોંગ્રેસમાં વધુ વિકેટ પડે તેવી શક્યતા

ઉત્તર ગુજરાતના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ચાલુ સપ્તાહમાં જ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે. આગામી એક જ સપ્તાહમાં આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી સંભાવના છે.


ચૂંટણી પહેલા કોંગ્રેસની તાકાતમાં ઘટાડો

ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે.

આ પણ વાંચો - Ayodhya Ram Mandir: જૂના રામલલાની મૂર્તિના દર્શન કરવાનો આજે છેલ્લો દિવસ, પ્રાણ પ્રતિષ્ઠાને લઇ રામમય થયું અયોધ્યા

જોકે, હજી પણ પક્ષપલટાના લિસ્ટમાં બીજા નામ પણ હોવાનું કહેવાય છે. અર્જુન મોઢવાડિયા સહિત અન્ય કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2024 11:37 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.