બીજેપી સંસદીય બોર્ડની બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આ નિર્ણયની જાહેરાત કરી.
NDA Vice Presidential Candidate: મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે નવી દિલ્હીમાં બીજેપી સંસદીય બોર્ડની બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આ નિર્ણયની જાહેરાત કરી. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને સીપી રાધાકૃષ્ણનને શુભેચ્છા પાઠવી.
પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું, "સીપી રાધાકૃષ્ણનજીને સાંસદ અને વિવિધ રાજ્યોના રાજ્યપાલ તરીકેનો સમૃદ્ધ અનુભવ છે. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા ચોક્કસ અને અસરકારક રહ્યા છે. રાજ્યપાલ તરીકે તેમણે સામાન્ય નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અનુભવોને કારણે તેમની પાસે વિધાનસભા અને બંધારણીય બાબતોનું વ્યાપક જ્ઞાન છે. મને વિશ્વાસ છે કે તેઓ એક પ્રેરણાદાયી ઉપરાષ્ટ્રપતિ સાબિત થશે."
In his long years in public life, Thiru CP Radhakrishnan Ji has distinguished himself with his dedication, humility and intellect. During the various positions he has held, he has always focused on community service and empowering the marginalised. He has done extensive work at… pic.twitter.com/WrbKl4LB9S
महाराष्ट्र के माननीय राज्यपाल श्री सी.पी. राधाकृष्णन जी को उपराष्ट्रपति पद हेतु NDA का उम्मीदवार बनाए जाने पर हार्दिक बधाई!@CPRGuv — Yogi Adityanath (@myogiadityanath) August 17, 2025
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું, "સીપી રાધાકૃષ્ણનજીની ઉમેદવારીનું તેલુગુ દેશમ પાર્ટી હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે. તેમણે દેશની લાંબી અને પ્રશંસનીય સેવા કરી છે."
Congratulations to Hon’ble Shri C.P. Radhakrishnan Ji on being announced as the NDA’s Vice Presidential candidate. A senior statesman and respected leader, he has long served the nation with distinction. The Telugu Desam Party warmly welcomes his nomination and extends its full… pic.twitter.com/cBh71dKuS1
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, "સીપી રાધાકૃષ્ણન એક સારા વ્યક્તિત્વ ધરાવે છે, ગેરવિવાદાસ્પદ છે અને તેમની પાસે વિશાળ અનુભવ છે. હું તેમને શુભકામનાઓ આપું છું."
#WATCH | Delhi | On Maharashtra Governor CP Radhakrishnan announced as NDA's Vice Presidential candidate, Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...He is a very good personality, non-controversial. He has a lot of experience. I extend best wishes to him" pic.twitter.com/6oOhtOjqNB — ANI (@ANI) August 17, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, "સીપી રાધાકૃષ્ણનજીનો વિશાળ અનુભવ અને જ્ઞાન ઉચ્ચ સદનની પ્રતિષ્ઠા વધારશે. આ નિર્ણય માટે પીએમ મોદી અને બીજેપી સંસદીય બોર્ડનો આભાર."
Congratulations to the Hon'ble Governor of Maharashtra Shri C. P. Radhakrishnan Ji on being nominated as the NDA's candidate for the vice presidential election. Your roles as a parliamentarian and as governor of different states have played a significant role in effectively… pic.twitter.com/7pQHEzqK0j
સીપી રાધાકૃષ્ણન હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આ પહેલાં તેઓ ઝારખંડ અને તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમની પાસે 40 વર્ષનો રાજકીય અનુભવ છે અને તેઓ બે વખત લોકસભા સાંસદ રહ્યા છે.