Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ જ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, કોર કમિટીની બેઠકમાં આપવામાં આવી મંજૂરી
Chief Minister of Maharashtra: ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે જેમાં હવે તેમના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
Chief Minister of Maharashtra: ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે
Chief Minister of Maharashtra: ભારતીય જનતા પાર્ટી (BJP) ની કોર કમિટીએ આજે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી છે. મુંબઈમાં બીજેપીની કોર ગ્રુપની બેઠક પૂરી થઈ ગઈ છે. વિધાયક દળની બેઠક શરૂ થઈ ગઈ છે અને ભાજપના ધારાસભ્યોની સાથે સરકારને ટેકો આપતા અપક્ષ ધારાસભ્યો પણ મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ, ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત થોડા સમયમાં કરવામાં આવશે. વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને ધારાસભ્ય દળની બેઠકમાં નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા.
મહાયુતિના નેતાઓ બપોરે સરકાર બનાવવાનો દાવો કરશે રજૂ
અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે મહારાષ્ટ્રને તેના વિકાસ અને ભવિષ્ય માટે દેવેન્દ્ર ફડણવીસની જરૂર છે. અમે તેમની સાથે છીએ અને મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે ફડણવીસ મુખ્યમંત્રી બને. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે મહાયુતિના નેતાઓ બપોરે 3:30 વાગ્યે ગવર્નર હાઉસ જશે.
મહારાષ્ટ્ર બીજેપી નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે, મહાયુતિના સાથી પક્ષો રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરવા બુધવારે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળશે. મુનગંટીવાર બુધવારે અહીં વિધાન ભવનમાં યોજાનારી બીજેપી વિધાયક દળની મહત્વની બેઠક પૂર્વે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે નવા મુખ્યમંત્રી ગુરુવારે શપથ લેશે.
નવા સીએમ 5 ડિસેમ્બરે શપથ લેશે
ભાજપે પહેલેથી જ જાહેરાત કરી હતી કે નવા મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, પાર્ટીના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. આ માટેની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ભાજપે એકલા હાથે 132 બેઠકો જીતી હતી
તમને જણાવી દઈએ કે ભાજપે 20મી નવેમ્બરે મહારાષ્ટ્ર ચૂંટણીમાં 288માંથી 132 બેઠકો જીતીને નોંધપાત્ર સફળતા મેળવી હતી, જે રાજ્યમાં તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નવી ભાજપ-શિવસેના-એનસીપી સરકારમાં ટોચના પદ માટે સૌથી આગળ જોવામાં આવે છે.