ચૂંટણી પંચની નવી પહેલ: વોટર ઈન્ફોર્મેશન સ્લિપમાં સુધારા અને મતદાન પ્રક્રિયા સરળ બનાવવા ત્રણ મહત્વના ફેરફાર
આ ફેરફાર આ વર્ષે માર્ચમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની હાજરીમાં યોજાયેલી મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) ની પરિષદમાં સૂચવેલા સુધારાઓ પર આધારિત છે.
ભારતના ચૂંટણી પંચે વોટર ઈન્ફોર્મેશન સ્લિપ (મતદાતા માહિતી પત્રિકા)ને વધુ સચોટ અને વિશ્વસનીય બનાવવા તેમજ મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ત્રણ મહત્વના ફેરફારોની જાહેરાત કરી છે.
ભારતના ચૂંટણી પંચે વોટર ઈન્ફોર્મેશન સ્લિપ (મતદાતા માહિતી પત્રિકા)ને વધુ સચોટ અને વિશ્વસનીય બનાવવા તેમજ મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ત્રણ મહત્વના ફેરફારોની જાહેરાત કરી છે. આ સુધારાઓ મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર, ચૂંટણી આયુક્ત ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની હાજરીમાં માર્ચ 2025માં મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ના સંમેલનમાં મળેલા સૂચનોને આધારે લાગુ કરવામાં આવ્યા છે.
ત્રણ મુખ્ય ફેરફારો
-મૃત્યુ નોંધણી ડેટાને ચૂંટણી ડેટાબેઝ સાથે જોડવો
-બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ને ઈલેક્ટ્રોનિક ઓળખપત્ર
-મતદાતા યાદીને વધુ સચોટ અને મતદાતા માટે અનુકૂળ બનાવવી
મૃત્યુ નોંધણી ડેટાનું ઈલેક્ટ્રોનિક એકીકરણ
પ્રથમ ફેરફાર અનુસાર, હવે મૃત્યુ નોંધણીનો ડેટા ચૂંટણી ડેટાબેઝ સાથે ઈલેક્ટ્રોનિક રીતે જોડવામાં આવશે. આનાથી રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) પાસેથી મૃત્યુ નોંધણીની માહિતી સીધી મતદાતા નોંધણી અધિકારી (ERO)ને મળશે. આ પ્રક્રિયા “નિર્વાચકોની નોંધણી નિયમો, 1960”ના નિયમ 9 અને “જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969”ની કલમ 3(5)(b) (2023માં સુધારેલ) અનુસાર હાથ ધરવામાં આવશે. આનાથી બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) ફોર્મ 7 હેઠળ ઔપચારિક વિનંતીની રાહ જોયા વિના ફીલ્ડ વિઝિટ દ્વારા માહિતીની ફરીથી ચકાસણી કરી શકશે.
મતદાતા માહિતી પત્રિકામાં સુધારો
બીજા ફેરફાર હેઠળ, મતદાતા માહિતી પત્રિકાને વધુ સ્પષ્ટ, ઉપયોગી અને સચોટ બનાવવા માટે તેના ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે. હવે પત્રિકા પર મતદાતાનો સીરિયલ નંબર અને ભાગ નંબર (Part Number) મોટા અક્ષરોમાં અને સ્પષ્ટ રીતે પ્રદર્શિત થશે. ફોન્ટનું કદ વધારવામાં આવશે, જેથી મતદાતાઓને તેમના મતદાન કેન્દ્રની ઓળખ કરવામાં સરળતા રહે અને અધિકારીઓને યાદીમાં નામ શોધવું સરળ બને.
BLO માટે ઓળખપત્ર
ત્રીજા ફેરફાર અનુસાર, ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13બી(2) હેઠળ ERO દ્વારા નિયુક્ત તમામ બીએલઓને પ્રમાણભૂત ફોટો ઓળખપત્ર આપવાનો નિર્દેશ આપ્યો છે. આનાથી બીએલઓને ઘરે-ઘરે જઈને મતદાતાઓ સાથે મુલાકાત કરવામાં સરળતા રહેશે. મતદાતા સત્યાપન અને નોંધણી અભિયાન દરમિયાન લોકો બીએલઓની ઓળખ કરી શકશે અને વિશ્વાસ સાથે તેમની સાથે વાતચીત કરી શકશે.
સંમેલનમાં મળેલા સૂચનો
આ તમામ ફેરફારો માર્ચ 2025માં મુખ્ય ચૂંટણી અધિકારીઓના સંમેલનમાં મળેલા સૂચનોને આધારે અમલમાં મૂકવામાં આવ્યા છે. આ સંમેલનમાં મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર, ચૂંટણી આયુક્ત ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી હાજર હતા. આ સુધારાઓનો હેતુ મતદાતા યાદીની ચોકસાઈ વધારવી અને મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે.