અલવિદા ભાજપ, પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો - former minister and veteran bjp leader jayanarayan vyas joined congress | Moneycontrol Gujarati
Get App

અલવિદા ભાજપ, પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપને મોટો ફટકો લાગ્યો છે.

અપડેટેડ 01:37:16 PM Nov 28, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ખેસ પહેરાવીને-શાલ ઓઢાડીને પાર્ટીમાં સામેલ કર્યાં છે.

જયનારાયણ વ્યાસે સિદ્ધપુરથી ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી, છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ અને નેતાઓની ટિકા કરતા હતા, તેમને પાર્ટીના કેટલાક નેતાઓએ સાઇડ લાઇન કર્યાં હતા, જેથી તેઓ નારાજ ચાલી રહ્યાં હતા અને હવે તેમને ભાજપનો સાથ છોડી દીધો છે, એક વર્ષો જૂના નેતાએ હવે ભાજપને અલવિદા કહીને કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.

આ પણ વાંચો - ચીનમાં લોકડાઉન લાગતા લોકોનું વિરોધ પ્રદર્શન, બેઈજિંગ-શાંઘાઈ, વુહાન સહિત 5 શહેરોમાં લોકો રસ્તા પર

જયનારાયણ વ્યાસની રાજકીય કરિયર
જયનારાયણ ભાજપના સંકટમોચક રહ્યા
કેશુભાઈ પટેલ-નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા
2007થી 2012 સુધી મંત્રી તરીકે ફરજ બજાવી
ટીવી ડિબેટમાં સરકાર વતી ધારદાર દલીલો કરતા
2012માં પરાજય પછી જયનારાયણ વ્યાસ હાંસિયામાં ધકેલાયા
વિજય રૂપાણીની સરકારમાં સાઈડલાઈન થવા લાગ્યા
સિદ્ધપુર બેઠક પરથી 4 વખત જીત મેળવી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2022 12:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.