પ્રથમ તબક્કામાં 39 પક્ષ વચ્ચે જંગ જામશે, પ્રથમ તબક્કાના રણમાં શું છે ખાસ? - in the first phase there will be a war between 39 parties what is special in the desert of the first phase | Moneycontrol Gujarati
Get App

પ્રથમ તબક્કામાં 39 પક્ષ વચ્ચે જંગ જામશે, પ્રથમ તબક્કાના રણમાં શું છે ખાસ?

પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં 89 બેઠક પર મતદાનને લઈને તંત્ર થઈ ગયું છે સજ્જ.

અપડેટેડ 12:13:32 PM Dec 01, 2022 પર
Story continues below Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના પ્રચારનો શોર શાંત થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં 89 બેઠક પર મતદાનને લઈને તંત્ર થઈ ગયું છે સજ્જ. ત્યારે પ્રથમ તબક્કાના રણમાં શું શું છે ખાસ જુઓ આ રિપોર્ટમાં.

અંતે લોકશાહીના  સૌથી મોટા પર્વમાં ભાગ લેવાની એ ઘડી આવી જ ગઈ. જેની લોકો છેલ્લા પાંચ વર્ષથી આત્તુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જે યુવાનો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા થનગની રહ્યા છે તેનો સમય આવી ગયો.

ગુજરાતના 2022ના રણસંગ્રામના પ્રથમ ચરણના મતદાન માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. 1 ડિસેમ્બરે  19 જિલ્લાની 89 બેઠક પર સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. આ વખતે 5 લાખ 74 હજાર 500 લોકો પ્રથમવાર મતદાન કરશે.

પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 39 પક્ષ વચ્ચે જંગ જામશે 788 ઉમેદવારોનું  ભવિષ્ય ઈવીએમમાં સીલ થશે. જેમાં ભાજપના 89,  કોંગ્રેસના 89, આપના 88, અન્ય પક્ષના 183 અને અપક્ષના 339 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં 718 પુરૂષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવાર મેદાને છે.

કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે તેના પર નજર કરીએ તો ભાજપમાંથી લેઉવા પાટીદાર 17 અને કોંગ્રેસના 15 ઉમેદવાર મેદાને છે. કડવા પાટીદારના ભાજપમાંથી 9 અને કોંગ્રેસમાંથી 5 નેતા છે.

આ જ રીતે  ભાજપમાંથી આદિવાસી સમાજના 14 અને કોંગ્રેસના 15, કોળી ઉમેદવાર ભાજપમાં 11, કોંગ્રેસમાં 11,  આહિર સમાજના કોંગ્રેસના 7 અને ભાજપના 5 છે, ક્ષત્રિય સમાજના ભાજપમાંથી 6 અને કોંગ્રેસમાં 4 ઉમેદવાર, દલિત સમાજના કોંગ્રેસ ભાજપમાં 7-7 ઉમેદવાર, ભાજપે મુસ્લિમ ઉમેદવાર ટિકિટ આપી નથી કોગ્રેસે 4ને, બ્રાહ્મણ સમાજના 5-5 ઉમેદવારને ભાજપ-કોંગ્રેસે ટિકિટ આપી, કોળી પટેલના 4 ઉમેદવારને ભાજપે, 5ને કોંગ્રેસે, અન્ય સમાજના 11-11 ઉમેદવારને ભાજપ-કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે.

પ્રથમ તબક્કામાં ભાજપના હાલના 12 મંત્રીઓ અને 12 પૂર્વ મંત્રીઓના ભવિષ્યનો ફેંસલો થશે. તો કોંગ્રેસના 3 પૂર્વ પ્રમુખની શાખ પર દાવ પર છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2022 5:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.