ઇલેક્શન પહેલા પોલીસ એક્શનમાં, 25 હજારથી વધુની ધરપકડ! - in the pre election gujarat police action keeping security in mind the police arrested more than 25000 people before the polls | Moneycontrol Gujarati
Get App

ઇલેક્શન પહેલા પોલીસ એક્શનમાં, 25 હજારથી વધુની ધરપકડ!

આ ધરપકડો એકલા અમદાવાદ અને સુરતમાંથી કરવામાં આવી, પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ હેઠળ કરી

અપડેટેડ 09:37:53 AM Nov 18, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTION: રાજ્યમાં પહેલી અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થવાનું છે. ઇલેક્શનમાં બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં જોતરાઇ ગઇ હોય તેવુ લાગે છે. સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડો એકલા અમદાવાદ અને સુરતમાંથી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે.

આ પણ વાંચો - શનિવારથી PM મોદી ગજવશે ગુજરાત, 3 દિવસમાં 8 રેલીઓ સંબોધશે, કુલ 25 રેલીનું આયોજન

અગાઉ 3 નવેમ્બરે ઇલેક્શનના કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તે ધ્યાનમાં રાખીને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અહીં અત્યાર સુધીમાં 12 હજાર 965 લોકોની ધરપકડ કરી છે. આ સાથે અમદાવાદમાંથી 12315 લોકો અને વડોદરામાં પોલીસે 1600 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના આરોપીઓ પાસેથી પિસ્તોલ અને લાકડીઓ મળી આવી છે. ગુજરાત વિધાનસભાની ઇલેક્શનમાં સિક્યોરિટી વ્યવસ્થા મજબૂત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિક્યોરિટી વ્યવસ્થામાં 70 હજાર જવાનો સામેલ થશે જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2022 1:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.