પહેલગામ હુમલાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે, અને આતંકવાદીઓ તેમજ તેમને આશ્રય આપનારાઓ સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદી હુમલાઓને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે અને રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ અગ્રતા છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી અને તેમના રાજ્યોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરી, તેમને પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી. આ પહેલાં ગૃહ મંત્રાલયે રાજ્યોના મુખ્ય સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
વિઝા રદ અને સર્વિસ સ્થગિત
ભારતે પાકિસ્તાની નાગરિકો માટે જારી કરાયેલા તમામ વિઝા 27 એપ્રિલથી રદ કરવાની જાહેરાત કરી છે. જોકે, પાકિસ્તાનના હિન્દુ નાગરિકોને અગાઉ આપવામાં આવેલા લાંબા ગાળાના વિઝા માન્ય રહેશે. આ ઉપરાંત, પાકિસ્તાન માટેની તમામ વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. મેડિકલ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો માટે આ વિઝા 29 એપ્રિલ સુધી જ માન્ય રહેશે.
આતંકવાદ સામે કડક સંદેશ
પહેલગામ હુમલાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે, અને આતંકવાદીઓ તેમજ તેમને આશ્રય આપનારાઓ સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદી હુમલાઓને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે અને રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ અગ્રતા છે.
અન્ય મહત્વના નિર્ણયો
-પાકિસ્તાનના સૈન્ય અટાશેને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
-1960ની સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
-અટારી સરહદ ચોકી (વાઘા બોર્ડર) તાત્કાલિક બંધ કરવામાં આવી છે.
આ નિર્ણયો બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની સુરક્ષા બાબતોની સમિતિ (CCS)ની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં રહેતા ભારતીયો માટે સલાહ
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક ભારત પરત ફરવાની સલાહ આપી છે. આ નિર્ણયો ભારતના કડક વલણને દર્શાવે છે, જે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની પોલીસીને મજબૂત કરે છે.