રાજ્યસભાનો સંગ્રામ 26મી માર્ચના થવા જઇ રહ્યો છે અને તે માટે શુક્રવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. ગુજરાતની ત્રણ બેઠકો માટે કોંગ્રેસે 2 ફોર્મ ભર્યું છે પરંતુ ભાજપના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે એટલે ભાજપને એવી આશા હશે કે તેમને કોંગ્રેસ તરફથી ઘટતા મત મળી જશે.
કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે 103 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે એટલે ભાજપને ત્રીજી બેઠક માટે ક્રોસ વોટિંગની જરૂરત પડશે. આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરીએ પરંતુ તે પહેલા આવો જોઇએ ઉમેદવારોનું શું કહેવું છે. આગળ જાણકારી લઇશું વરિષ્ઠ પત્રકાર અનિલ પાઠક, ભાજપના પ્રવક્તા ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલ પાસેથી.
ભાજપના પ્રવક્તા ભૂષણ ભટ્ટનું કહેવુ છે કે ભાજપ કોઇ પણ રીતે રાજનિતીમાં તોડફોડની વાતો નથી કરતી. ભાજપના સભ્યને ટીકીટ મળી હોય કે ના હોય પરંતુ ભાજપ લોકોની શેવા માંટે હમેશા તૈયાર રહે છે. કોંગ્રેસ માટે લડાઇ આસાન છે. લોકોને પણ ભાજપનું કામ દેખાયું એટલે લોકોને પણ ભાજપમાં વધારે વોટ આપવાની તક બની રહી છે.
વરિષ્ઠ પત્રકાર અનિલ પાઠકનું કહેવુ છે કે રાજ્યસભાની ચૂંટણી કોઇ આલગ જ હોય છે. ઘણી વાર નક્કી નથી થાતું કે કોને જીત મળશે. જાણીતુ માણસ પણ હારી જાઇ છે અને અજાણતું જીત પણ જાય છે. કોંગ્રેસ માંથી અમીત શાહની પસંદ છે. એનાથી ભાજપના જીતવાની સંભાવના ઘણી છે પરંતુ પર્થસ્તિ બદલાય પણ જાઇ છે.
કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલનું કહેવુ છે કે કોંગ્રેસ પાસે ભયનો કોઇ પણ કામ નથી. 2017માં પણ ભાજપે ખોટી વાતો કરીને રાજ્યસભાના ચૂંટણી કરાવી હતી. હાલમાં પણ ફરી તેવી નીતી અપનાવી રહી છે. ભાજપ હમેશા ખોટી વાતો કરીને લોકોને સારા કામો કરી આપવાના ખોટા વાયદોઓ કરે એને પછી લોકોને તકલીફમાં છોડી દય છે.