કમલનાથ સરકાર માટે નવી મુશ્કેલી સામે આવી છે. મધ્ય પ્રદેશના પ્રદેશ કાર્યાલય પ્રમાણે BJPએ કોંગ્રેસના 10 ધારાસભ્યોને દબોચી રાખ્યા છે જે માંથી 6 ધારાસભ્યો જલ્દીથી પરત ફરશે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મધ્ય પ્રદેશની સરકારનું સંતુલન બગાડવા માટે ભાજપ આ પ્રકારના કૃત્ય કરી રહ્યું છે. સૂત્રો પ્રમાણે અમૂક કોંગ્રેસના ધારાસભ્યોને માનેસરમાં રખાયા છે.
જ્યારે કોંગ્રેસના એક ધારાસભ્ય અને 2 ઇન્ડિપેન્ડન્ટ ધારાસભ્યને કર્ણાટકમાં રાખવામાં આવ્યા છે. આ ગતિવિધી ત્યારે થઇ રહી છે જ્યારે રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસ નામ નક્કી કરવા જઇ રહી છે. આ આખી ગતિવિધી ત્યારે શરૂ થઇ જ્યારે દિગ્વિજય સિંહે દાવો કર્યો કે કોંગ્રેસના ધારાસભ્યોને દળ બદલવા માટે 25 કરોડની ઓફર કરવામાં આવી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ આરોપોને ફગાવ્યા છે.