દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે PM મોદી સાથે સંસદ ભવનમાં મુલાકાત કરી. ત્રીજીવાર દિલ્હીના CM બન્યા બાદ તેમની PM સાથે આ પહેલી મુલાકાત હતી. CM કેજરીવાલે આ મુલાકાતમાં દિલ્હીના વિકાસ પર સાથે મળીને કમ કરવાની સહમતિ બનવાનો દાવો કર્યો. સાથે તેમણે કહ્યું કે PM સાથેની બેઠક દરમ્યાન દિલ્હી હિંસા અને કોરોના વાયરસ પર પણ ચર્ચા કરવામાં આવી છે.