Delhi election: આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અનામત કાર્ડ ખેલ્યું છે. જાટ સમુદાય પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના જાટોને ચાર વખત OBC યાદીમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પૂરું કર્યું નહીં. પૂર્વ મુખ્યમંત્રીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને કેન્દ્રની OBC યાદીમાં દિલ્હીના જાટ સાથે 5 અન્ય જાતિઓનો સમાવેશ કરવાની માંગ કરી છે.