Lok sabha Election: લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં વિપક્ષી મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓની બેઠક શરદ પવારના ઘરે મળી છે. આ બેઠકમાં લોકસભાની તમામ 48 બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ ઉપરાંત, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ટોચના નેતાઓ પવારના 'સિલ્વર ઓક' નિવાસસ્થાને આયોજિત બેઠકમાં સામેલ થયા હતા.