Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ગુજરાતમાંથી 15 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે કચ્છમાંથી વિનોદ ચાવડા, ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ મકવાણા, રાજકોટથી પરષોત્તમ રૂપાલા અને જામનગરમાંથી પૂનમબેન માડમને ટિકિટ આપી છે.