મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવાયા, કોંગ્રેસની ફરિયાદ બાદ ECની કાર્યવાહી | Moneycontrol Gujarati
Get App

મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવાયા, કોંગ્રેસની ફરિયાદ બાદ ECની કાર્યવાહી

મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવી દેવામાં આવ્યા છે. અનેક પક્ષોએ ડીજીપીને લઈ ફરિયાદ કરી હતી.

અપડેટેડ 01:40:44 PM Nov 04, 2024 પર
Story continues below Advertisement
કોંગ્રેસની ફરિયાદ પર કાર્યવાહી

મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવી દેવામાં આવ્યા છે. અનેક પક્ષોએ ડીજીપીને લઈ ફરિયાદ કરી હતી. આ પછી ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ત્રણ આઈપીએસ અધિકારીઓની પેનલ મોકલવા સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસની ફરિયાદ પર કાર્યવાહી

મહારાષ્ટ્ર કોંગ્રેસની ફરિયાદ પર રશ્મિ શુક્લાને હટાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ચૂંટણી પંચને પત્ર લખીને રશ્મિ શુક્લાને હટાવવાની માંગ કરી હતી. નાના પટોલેએ પોતાના પત્રમાં કહ્યું હતું કે તેઓ એક વિવાદાસ્પદ અધિકારી છે અને તેમણે ભાજપનો પક્ષ લીધો છે. નાના પટોલેએ કહ્યું હતું કે તેમનું પદ ચાલુ રહેવાથી પારદર્શી રીતે ચૂંટણી કરાવવા પર શંકા પેદા થશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ અગાઉ અધિકારીઓને નિષ્પક્ષ અને યોગ્ય વર્તન કરવાની ચેતવણી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે અધિકારીઓએ તેમની ફરજો નિભાવતી વખતે બિનપક્ષીય વર્તન કરવું જોઈએ.

રશ્મિ શુક્લા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા DGP છે. તે 1988 બેચના મહારાષ્ટ્ર કેડરના અધિકારી રહી ચૂક્યા છે. રશ્મિ શુક્લા SSBના ડાયરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી. તે દરમિયાન રશ્મિ શુક્લા ગુપ્તચર વિભાગના વડા હતા.


મહારાષ્ટ્રમાં કેટલાક વરિષ્ઠ રાજકીય નેતાઓના ફોન ટેપિંગના કેસ નોંધાયા હતા, જેમાં તેમની સામે ત્રણ કેસ નોંધાયા હતા. તેમની સામે મુંબઈમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં તેમના પર સંજય રાઉત અને એકનાથ ખડસેના ફોન ટેપ કરવાનો આરોપ છે.

સંજય રાઉતે આક્ષેપો કર્યા હતા

માત્ર 2 દિવસ પહેલા જ સંજય રાઉતે રશ્મિ શુક્લા પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તે સીધી બીજેપી માટે કામ કરે છે. સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસ દબાણમાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે અમારા કાર્યકરો સામે બળજબરીથી કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે અને નકલી આધાર કાર્ડથી મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી રહી છે. સંજય રાઉતે કહ્યું હતું કે રશ્મિ શુક્લા પર ખૂબ જ ગંભીર આરોપ છે અને આજે તે ડીજીપી છે.

આ પણ વાંચો - કોલસા અને ગેસ કરતાં સોલર એનર્જી સસ્તું ઈંધણ, મોદી સરકાર હવે લેશે આ સ્ટેપ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 04, 2024 1:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.