મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મહાયુતિ ગઠબંધનમાં સીએમ પદને લઈને ચર્ચા ચાલી રહી છે. દરમિયાન મહાયુતિ સરકારે પણ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણી પછી, મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે વક્ફ બોર્ડને તાત્કાલિક રુપિયા 10 કરોડનું ફંડ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય માટે સરકારી ઠરાવ (GR) પણ અમલમાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર રાજ્ય વક્ફ બોર્ડને મજબૂત કરવા માટે નાણાકીય વર્ષ 2024-25માં કુલ 20.00 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.