દેશમાં જ્યારે પણ ચૂંટણીની તારીખ નજીક આવે છે. કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતા પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ હંમેશા વિવાદાસ્પદ નિવેદન આપે છે. આ પહેલા પીએમ મોદી વિરુદ્ધ ચા વેચનાર અને ખૂની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રના BKC મેદાનમાં સંયુક્ત રેલીને સંબોધી હતી. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી પર ખૂબ નિશાન સાધ્યું. તેમણે પીએમ નરેન્દ્ર મોદીની તુલના તૈમૂર લેંગ સાથે કરી હતી. ખડગેએ કહ્યું કે 400 પાર કરવાનો નારો આપનાર મોદી સરકાર જેડીયુ અને ટીડીપીની નાવ પર ટકેલી છે. આટલું જ નહીં, ખડગેએ પીએમ મોદીને જૂઠ્ઠાણાઓના નેતા કહ્યા અને મોદી સરકાર પર કૌભાંડોનો આરોપ પણ લગાવ્યો.