14 જિલ્લાની 93 બેઠકો ઉપર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર - on 93 seats in 14 districts campaigning will be quiet from 5 pm today the future of 833 candidates will be at stake | Moneycontrol Gujarati
Get App

14 જિલ્લાની 93 બેઠકો ઉપર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર

2017માં ભાજપને 51 જ્યારે કોંગ્રેસને 39 બેઠકો મળી હતી: અંતિમ ઘડીના પ્રચાર માટે નેતાઓનું એડી ચોટીનું જોર, પહેલી ડીસેમ્બરે વિધાનસભાની ૮૯ બેઠકો ઉપર 63.14 ટકા મતદાન થઈ ચૂક્યું છે અને 788 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ

અપડેટેડ 05:54:25 PM Oct 09, 2023 પર
Story continues below Advertisement

GUJARAT ELECTION: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ચૂક્યો છે ત્યારે હવે આગામી પાંચમી ડીસેમ્બરે બાકી રહેલા 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાશે. જેના માટે આજે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. બીજા તબક્કાના મતદાનમાં 833 ઉમેદવારોનું ભાવિ સોમવારે ઈવીએમમાં સીલ થઈ જશે અને જેનો ફેંસલો 8મી ડીસેમ્બરે આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને આવરી લેતી 93 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ અંતિમ ચરણના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. સોમવારે પાંચમી ડીસેમ્બરે સવારે 8 વાગ્યાથી સાજે પાંચ વાગ્યા સુધી 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાશે. જે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 2017માં આ 93 બેઠકોમાંથી ભાજપના ફાળે 51 જ્યારે કોંગ્રેસના ફાળે 39 બેઠકો આવી હતી. ભાજપે અને કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે કોને સફળતા મળે છે તેનો ફેંસલો 8મી ડીસેમ્બરે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે. પહેલી ડીસેમ્બરે 89 બેઠકો માટે 63.144 ટકા મતદાન થયું છે અને જેમાં 788 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે.

14 જિલ્લા કયા કયા અને બેઠકો કઈ કઈ

બનાસકાંઠા : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (એસટી), વડગામ (એસસી), પાલનપુર, ડીસા, દીયોદર, કાંકરેજ

પાટણ : રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્વપુર


મહેસાણા : ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર

સાબરકાંઠા : હિંમતનગર, ઈડર (એસસી), ખેડબ્રહ્મા (એસટી), પ્રાંતિજ

અરવલ્લી : ભિલોડા (એસટી), મોડાસા, બાયડ

ગાંધીનગર : દહેગામ, ગાંધીનગર (દક્ષિણ), ગાંધીનગર (ઉત્તર), માણસા, કલોલ

અમદાવાદ જિલ્લો : વિરમગામ, સાણંદ, દસ્ક્રોઈ, ધોળકા, ધંધુકા

અમદાવાદ શહેર : ઘાટલોડીયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડીયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી અને અસારવા

આણંદ : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમેરઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા

ખેડા ; માતર, નડીયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ

મહીસાગર : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર

પંચમહાલ : શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ

દાહોદ : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢબારિયા

વડોદરા જિલ્લો : સાવલી, વાઘોડીયા, ડભોઈ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણ

છોટા ઉદેપુર : જેતપુર પાવી, છોટા ઉદેપુર

આ પણ વાંચો - પદ્મ ભૂષણ મળવાથી અભિભૂત સુંદર પિચાઈએ કહ્યું- ભારત મારો હિસ્સો, હું જ્યાં પણ જાઉં હંમેશા મારી સાથે

 

MoneyControl News

MoneyControl News

First Published: Dec 03, 2022 1:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.