One Nation One Election: એક દેશ એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. કોંગ્રેસ, TMC, સપા સહિત અનેક પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે. સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે આ બિલ લાવવાની શું જરૂર છે. એક રીતે આ સરમુખત્યારશાહી લાદવાનો પ્રયાસ છે. જો કે ભાજપને તેના મહત્વના સહયોગી જનતા દળ યુનાઈટેડનું સમર્થન છે. આજે ફરી એકવાર JDU નેતા સંજય કુમાર ઝાએ કહ્યું કે આ બિલ જરૂરી છે. તેમણે કહ્યું કે અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ. પંચાયતની ચૂંટણી અલગથી થવી જોઈએ.