Pm narendra modi: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બમ્પર જીત પર પાર્ટીના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે પહોંચ્યા તો સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન સાંસદોએ 'મોદીજી સ્વાગત છે'ના નારા પણ લગાવ્યા હતા.