Rahul Gandhi car attacked: માલદા ખાતે પહોચેલી ભારત જોડો ન્યાય પાત્રામાં કેટલાક અજાણ્યા લોકોએ સાંસદ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો.આ અંગે અધીર રંજને કહ્યું કે અમે આવા હુમલાને સ્વીકારીશું નહીં. હુમલામાં રાહુલને કોઈ ઈજા થઈ નથી.અગાઉ આસામમાંથી યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે જયરામ રમેશની કાર પર હુમલો થયો હતો.
આ સિવાય કોંગ્રેસે દાવો કર્યો હતો કે સોનિતપુર જિલ્લામાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ભાજપના કાર્યકરોએ આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન બોરા પર હુમલો કર્યો હતો.આજે યાત્રા ફરી એકવાર બિહાર છોડીને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી છે. આ યાત્રાનો 16મો દિવસ છે. 29 અને 30 જાન્યુઆરીએ બે દિવસ બિહારમાં રોકાયા બાદ યાત્રા માલદા પહોંચી છે. આ પછી તે આવતીકાલે મુર્શિદાબાદ પહોંચશે.