અદ્દભૂત અવિશ્વનીય અકલ્પનિય પરિણામ, હવે આગામી સમયમાં BJPને શું થશે ફાયદો એ સમજીએ - result gujarat assembly election results 2022 check seat wise winner candidate bjp congress vidhan sabha chunav parinam | Moneycontrol Gujarati
Get App

અદ્દભૂત અવિશ્વનીય અકલ્પનિય પરિણામ, હવે આગામી સમયમાં BJPને શું થશે ફાયદો એ સમજીએ

ભાજપે 156 બેઠકો મેળવી એક સાથે ત્રણ રેકોર્ડ પણ બનાવ્યા છે, સૌથી વધુ બેઠકો, સૌથી વધુ વોટ શેર, જંગી લીડ સાથે અદભૂત જીત મેળવી છે

અપડેટેડ 07:11:55 PM Dec 09, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: ભાજપનું ગુજરાતમાં 27 વર્ષથી શાસન છે, પરંતુ ભાજપ અત્યાર સુધી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી શકી ન હતી. પરંતું ભાજપે હવે એ પણ હાંસિલ કરી દીધું છે, હવે કોઈ કહી નહિ શકે કે, ભાજપે બહુમત તો મેળવી પણ માધવસિંહનો રેકોર્ડ તોડી ન શકી, ભાજપે 149 થી વધુ બેઠકો પર લીડ મેળવીને આ વાત પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે. જેની ઉજવણી ચારેતરફ જોવા મળી રહી છે ભાજપના નેતાઓ કાર્યકરો મોઢું મીઠું કરાવી, ફટકાડા ફોડી ઉત્સવ મનાવી રહ્યા છે, જોકે બીજી તરફ કોંગ્રેસ ભવન ખાલીખમ નજરે ચઢ્યું છે.

મહત્વનું છે કે ભાજપે ના માત્ર માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો છે બલકે 156 બેઠકો મેળવી એક સાથે ત્રણ રેકોર્ડ પણ બનાવ્યા છે,, સૌથી વધુ બેઠકો સૌથી વધુ વોટ શેર જંગી લીડ સાથે મેળવી છે,, જેનો ફાયદો ભાજપને ગુજરાત વિધાનસભા, લોકસભા અને રાજ્યભામાં થઈ શકે છે,, આ ઉપરાંત આવતા વર્ષે યોજાનાર અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ ગુજરાતની રણનીતિ કામ આવી શકે છે. આ સાથે જ ગુજરાતનો વિકાસ ઔર તેજ ગતિથી સરકાર કરી શકશે, સ્થિર સરકારથી ઈન્વેસ્ટમેન્ટ પણ વધશે, તો છાસવારે નાક દબાવતી જ્ઞાતિ ફેક્ટર ઉપર પણ બ્રેક લાગી શકે છે.

આ પણ વાંચો - આમ આદમી પાર્ટી બન્યો રાષ્ટ્રીય પક્ષ, ગુજરાત વિધાનસભામાં મળ્યા 20 ટકાથી વધુ મત

ભવ્ય જીત બાદ હવે 12 મી ડિસેમ્બરના રોજ શપથસમારોહ યોજાશે, જેની ઉજવણી પણ અતિ ભવ્યરૂપે ભાજપ કરવાની છે તો પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પધારવાના છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 09, 2022 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.