જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રવિવારે કોંગ્રેસ પાર્ટીને મોટી સલાહ આપી છે. સીએમ ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ પાર્ટીને EVM વિશે ફરિયાદ કરવાનું બંધ કરવા અને ચૂંટણી પરિણામો સ્વીકારવા કહ્યું. તમને જણાવી દઈએ કે, ઘણા રાજ્યોમાં તાજેતરની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ ઈવીએમમાં ગેરરીતિનો દાવો કર્યો છે. આ સાથે ઓમર અબ્દુલ્લાએ પણ ભત્રીજાવાદના આરોપો સહિત અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
'રાજકીય પરિવાર સાથે જોડાયેલ હોવું એ સફળતાની ચાવી નથી'
પુત્રો ઉપર પણ નિવેદન આપ્યું ઓમર અબ્દુલ્લાએ
ઓમર અબ્દુલ્લાએ પણ પોતાના પુત્રોના રાજકારણમાં પ્રવેશ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમના બંને પુત્રો, ઝમીર અને ઝહીર, વકીલ છે અને તાજેતરની જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમના પિતા સાથે ચૂંટણી પ્રચારમાં ભારે ભાગ લીધો હતો. સીએમ અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું તેમના પરિવારની ચોથી પેઢી રાજનીતિમાં આવશે, તેમણે કહ્યું કે, "તેઓ જે પણ જગ્યા ઈચ્છે છે, તે તેમણે જાતે જ તૈયાર કરવી પડશે. કોઈ તેમને થાળીમાં નહીં આપે." અબ્દુલ્લા તેમના દાદા શેખ અબ્દુલ્લા અને પિતા ફારૂક અબ્દુલ્લાએ પણ જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભાજપ પર કર્યા શાબ્દીક પ્રહારો
ઓમર અબ્દુલ્લાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, "વંશવાદની રાજનીતિની ભાજપની ટીકા માત્ર રાજકીય દંભ છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "ભાજપ તેની અનુકૂળતા મુજબ જ વંશવાદી રાજકારણનો વિરોધ કરે છે."