સત્તાનો સંગ્રામ: ખંભાતથી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર - struggle for power amit shah hits out at congress from khambat jp nadda addresses crowd of thousands | Moneycontrol Gujarati
Get App

સત્તાનો સંગ્રામ: ખંભાતથી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

આવો આજે જાણીએ આપણે સત્તાના સંગ્રામમાં ગુજરાતમાં શું છે ચૂટંણીનો માહોલ.

અપડેટેડ 08:37:08 AM Nov 23, 2022 પર
Story continues below Advertisement

આવો આજે જાણીએ આપણે સત્તાના સંગ્રામમાં ગુજરાતમાં શું છે ચૂટંણીનો માહોલ.

ભાજપ આજે પ્રચાર યુદ્ધમાં કાર્પેટ બૉમ્બિંગ યોજનાથી આગળ વધી રહ્યું છે. ભાજપના અનેક નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા અલગ અલગ સ્થળે સભા કરી રહ્યા છે. ખંભાતથી આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સભામાં સંબોધન દરમ્યાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હમણા હમણા સરદાર સાહેબનું નામ બોલે છે જેણે હંમેશા તેમનું અપમાન કર્યું છે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા રામ મંદિર પણ ન બનવા દીધું તેવી વાત કરી છે. અમિત શાહે દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરીના વખાણ પણ કર્યા.

નહેરુ-ગાંધી પરિવારે સરદાર સાહેબનું અપામન કર્યું. કોંગ્રેસે વોટબેન્ક ન તૂટે એટલે 370ને કઈ ન કર્યું. નહેરુની ભુલના બાળકને કોંગ્રેસે વ્હાલ કર્યો. કોંગ્રેસ રામ મંદિર બને તેવું થવા દેતી નહોતી. કોંગ્રેસને વોટબેન્કની ચિંતા હતી, કે વોટ નહીં મળે. અમિત શાહનું કહેવુ છે એ કઈ વોટબેન્ક છે તે તમે જાણો છો ને? કોંગ્રેસને ગમે કે ના ગમે સાફ-સફાઈ ચાલુ રહેશે. રામ મંદિર બને તેવું થવા દેતી નહોતી. વોડ બેન્કની ચિંતાથી 370ને કઈ ના કર્યુ. સરદાર પટેલનું કોંગ્રેસે અપમાન કર્યું.

જે.પી.નડ્ડાએ હજારોની જનમેદીને કર્યું સંબોધન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો પંચમહાલમાં ઝંઝાવાતી પ્રચાર. હજારો જનમેદનીને સંબોધતા કોંગ્રેસને લીધી આડે હાથ. સાથે જ કહ્યું કે સૌની તસ્વીર અને તકદીર બદલવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે ભાજપ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વએ કર્યુ છે.

પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે. પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરવા હડફમાં જાહેરસભાને સંબોધી. ભાજપ ઉમેદવાર નિમિષા સુથારના સમર્થનમાં પ્રચાર કર્યો. જંગ બહુમતીનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આવતીકાલથી 2 દિવસ PM ગુજરાતમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર બે દિવસના ગુજરાત પ્રવાસે પર આવશે. તારીખ 24 થી PM મોદી ગુજરાતની મુલાકાત લેશે. જેમાં તેઓ પાલુનપુરમાં જનસભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે પાલનપુર ખાતે PMના આગમનને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. PMની આ સભા જિલ્લાની પાંચ બેઠકોને અસર કરશે. જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા, વડગામ, દાંતાનો સમાવેશ થાય છે.

અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરીએ રાધનપુરમાં કર્યો પ્રચાર

ત્યારે અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરીએ આજે રાધનપુરમાં પ્રચાર કર્યો. ભાજપના બન્ને ઉમેદવારોએ લવિંગજી ઠાકોર માટે રાધનપુરમાં પ્રચાર કર્યો... અલ્પેશ ઠાકોરે કહ્યું કે લવિંગજી માટે અમે બંને જામીનદાર છીએ. અલ્પેશે કહ્યું કે મારો પ્રચાર છોડીને લવિંગજી ઠાકોરને જીતાડવા હું અહીંયા આવ્યો છું એટલે મારો ફેરો માથે ન પડવો જોઈએ એનું ધ્યાન તમે રાખજો. તો સાથે જ શંકર ચૌધરીએ જનતાને અપીલ કરતા કહ્યું કે એકવાર લવિંગજી ઠાકોરને જીતાડશો તો સાથે જ તેમણે લવિંગજી ઠાકોરને બીજીવાર ટિકિટ ન માંગવાનો ઇશારો પણ કર્યો.

AAP દ્વારા ખંભાળિયામાં રોડ શોનું આયોજન

આ તરફ આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયામાં રોડ શો અને સભા કરવામાં આવી. પ્રચારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જોડાયા જેમણે ઇસુદાન ગઢવી માટે પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે તેમની સાથે શ્રી કૃષ્ણનો આશીર્વાદ છે. દેવીમાંનો આશીર્વાદ છે જેના કારણે તેઓ સરકાર બનાવવા જઇ રહ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ખંભાળિયામાં સભામાં સંબોધન કર્યું. ઇસુદાન ગઢવીએ કહ્યું કે 8 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ પહેલી કેબિનેટમાં જ વીજળી બિલ મફત કરવાનો નિર્ણય લેવામાં આવશે.

કામિનીબાએ કર્યા કેસરીયા

ચૂંટણી ટાણે શરૂ થયેલી પક્ષ પલટાની મોસમમાં વધુ એક કોંગ્રેસી નેતાએ પંજો છોડીને કમળ હાથમાં લીધું છે. કોંગ્રેસમાંથી દહેગામના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા કામિનીબા જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને તેઓ આજે ભાજપમાં જોડાયા છે. અગાઉ કામિનીબાએ કોંગ્રેસ સામે પૈસા લઈને ટિકીટ આપવાના ગંભીર આક્ષેપો કર્યો હતા. આક્ષેપ બાદ કામિનીબાએ અપક્ષમાંથી ઉમેદવારી પણ નોંધાવી હતી. પરંતુ ભાજપે તેમને કેસરિયો ખેસ પહેરાવીને દહેગામમાં પોતાનો રસ્તો સાફ કરી લીધો છે.

એક જ બેઠક પર બે ભાઈઓ વચ્ચે રાજકીય જંગ

અમદાવાદની આ એવી બેઠક છે જ્યાં મામા ફોઈના દિકરા ચૂંટણીમાં સામ સામે આવી ગયા છે. બંને પિતરાઈ ભાઈ રાજનીતિના રંગમાં એવા રંગાઈ ગયા કે એક કહી રહ્યો છે કે તેનું રાજનીતિમાં અસ્તિત્વ જ નથી તો સામે બીજો કહી રહ્યો છે કે તે ફાઈટમાં જ નથી. ત્યારે જુઓ આ અહેવાલમાં કેવો રહેશે બે ભાઈઓ વચ્ચેનો જંગ.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 22, 2022 6:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.