Lok Sabha Elections 2024: પૂર્વ વિદેશ મંત્રી સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ પ્રથમ વખત ચૂંટણી લડવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે નવી દિલ્હી લોકસભા સીટ પરથી બાંસુરી સ્વરાજને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ઉમેદવારી જાહેર થયા બાદ બાંસુરીએ ટિકિટ માટે ભાજપના ટોચના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું '2024માં ફરી એકવાર મોદી સરકાર માટે પ્રતિબદ્ધ.'
બાંસુરી સ્વરાજ યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક થયા છે. વધુમાં, તેમણે BPP લૉ સ્કૂલ, લંડનમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. સ્વરાજે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સેન્ટ કેથરિન કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેણે લંડનમાંથી બેરિસ્ટર ઓફ લોની લાયકાત પણ મેળવી છે.
બીજેપીએ બીજી માર્ચે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમાં 34 કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને લોકસભાના અધ્યક્ષ પણ સામેલ છે. આ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવા નેતાઓનો સમાવેશ થાય છે. આ બેઠકો કુલ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે.