તંત્રએ મતગણતરીની તૈયારીઓ કરી પૂર્ણ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ - system completes preparations for counting evm sealed in strong room amid tight arrangements | Moneycontrol Gujarati
Get App

તંત્રએ મતગણતરીની તૈયારીઓ કરી પૂર્ણ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ

મતગણતરીની માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે, સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. તેમજ પ્રથમ 30 મીનિટ બેલેટ મતોની ગણતરી કરવામાં આવશે.

અપડેટેડ 08:17:20 AM Dec 08, 2022 પર
Story continues below Advertisement

અમદાવાદની 21 બેઠકોની ત્રણ જુદી-જુદી કોલેજોમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. LD ઇન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોમર્સ કોલેજ અને પોલિટેક્નિક કોલજમાં મતગણતરી કરવામાં આવશે. જેને લઈને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ અને સુરક્ષાને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમીશ્નરે મુલાકાત કરી હતી. ફરજ પરનાં અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ જરૂરી સુચનો પણ કરવામાં આવ્યા.

મતગણતરીની માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે, સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. તેમજ પ્રથમ 30 મીનિટ બેલેટ મતોની ગણતરી કરવામાં આવશે. પ્રથમ 30 મીનિટ બાદ એટલે કે 8: 30 વાગ્યાથી EVMનાં મતોની ગણતરી હાથ ધરાશે. CAPF સહિતની પેરામિલીટરી ફોર્સથી 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું પોલીસ કમિશ્નરે જણાવ્યું.

આવતીકાલે થશે વિધાનસભા ચૂંટણીની મતગણતરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની આવતીકાલે મત ગણતરી છે. ત્યારે 182 સીટો પર આવતીકાલે મત ગણતરી થશે. હાલ EVMને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આવતીકાલે મત ગણતરી શરૂ થશે. ત્યારે અમદાવાદમાં ત્રણ  સ્ટ્રોંગ રૂમમાં EVM સીલ કરવામાં આવ્યાં છે.

ગાંધીનગરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર

ગાંધીનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકની મતગણતરીના કેન્દ્ર તૈયાર કરાયા. સરકારી કોલેજમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ. કર્મચારીઓ અને અધિકારીઓને ટ્રેનિગ આપવામાં આવી રહી છે. આવતીકાલે તમામ ઉમેદવારના ભાવિ નક્કી થશે.

સુરેન્દ્રનગરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર

સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકો માટે મતગણતરી એમ.પી.શાહ આર્ટસ એન્ડ કોલેજમાં હાથ ધરવામાં આવશે. અલગ અલગ 14 ટેબલો અને 21થી 24 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. 105 સુપરવાઈઝર, 105 કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને 105 માઈક્રો ઓબઝર્વર સહિત 315 કર્મચારીઓ મતગણતરીમાં ફરજ બજાવશે. DYSP, PI, PSI, કોન્સ્ટેબલ, પેરા મિલટરી ફોર્સ સહિત 600થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષાના ભાગરૂપે ખડેપગે તૈનાત રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 07, 2022 5:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.