તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું ડોનેશન નહીં લે! સીએમ રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત | Moneycontrol Gujarati
Get App

તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું ડોનેશન નહીં લે! સીએમ રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત

રેવન્ત રેડ્ડીએ કહ્યું કે અદાણી ગ્રુપ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવેલા 100 કરોડ રૂપિયાની જરૂર નથી. સરકાર લેવા તૈયાર નથી.

અપડેટેડ 02:34:23 PM Nov 26, 2024 પર
Story continues below Advertisement
તેમણે કહ્યું કે, "ઘણી કંપનીઓએ યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટીને ફંડ આપ્યું છે.

ગૌતમ અદાણી ગ્રુપ પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ દેશમાં હલચલ મચી ગઈ છે અને આ મામલે રાજકારણ પણ ચાલી રહ્યું છે. 25 નવેમ્બરs તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ અદાણી જૂથ પાસેથી રુપિયા 100 કરોડનું દાન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, "ઘણી કંપનીઓએ યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટીને ફંડ આપ્યું છે. એ જ રીતે અદાણી ગ્રુપે પણ રુપિયા 100 કરોડ આપ્યા છે. ગઈકાલે અમે સરકાર વતી અદાણીને પત્ર લખીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર અદાણીએ આપેલા 100 કરોડ ફંડ સ્વિકારવા તૈયાર નથી. સીએમએ કહ્યું "હું અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવેલ રુપિયા 100 કરોડ સ્વીકારવા તૈયાર નથી.

તેલંગાણા સરકારે અદાણી ગ્રુપને લખેલા પત્રમાં શું કહ્યું?


ઔદ્યોગિક પ્રમોશન, ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના વિશેષ મુખ્ય સચિવ અને કમિશનર જયેશ રંજન વતી ડૉ. પ્રીતિ અદાણીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "યંગ ઇન્ડિયા સ્કિલ યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયા આપવા બદલ અમે તમારા આભારી છીએ. તમારા ફાઉન્ડેશન વતી, જેના માટે તમે 18.10.2024ના રોજ પત્ર લખ્યો હતો, અમે હજુ સુધી કોઈપણ દાતા પાસેથી ફંડના ફિજીકલી હસ્તાતંરણ માટે કહ્યું નથી, કારણ કે યુનિવર્સિટીને કલમ 80G હેઠળ IT મુક્તિ મળી નથી. જોકે આ મુક્તિનો આદેશ તાજેતરમાં આવ્યો છે, મને માનનીય મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે વર્તમાન સંજોગો અને ઉદ્ભવતા વિવાદોને ધ્યાનમાં રાખીને ફંડ ટ્રાન્સફર ન કરવાનો નિર્દેશ અપાયો છે.’

તેલંગાણાની કોંગ્રેસ સરકારે આ નિર્ણય કેમ લીધો?

USમાં અદાણી સામેના આક્ષેપો બાદ, તેલંગાણા સરકાર અને મુખ્ય પ્રધાન રેડ્ડીને રાજ્યમાં રોકાણ માટે અદાણી જૂથને સતત આકર્ષવા બદલ ભારત રાષ્ટ્ર સમિતિ અને ભાજપ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ટીકા પછી, સીએમ રેડ્ડીએ કહ્યું, "તેલંગાણાના સન્માન અને ગૌરવની રક્ષા કરવા અને મારા અને મારા કેબિનેટ સાથીદારો સાથે સંકળાયેલા કોઈપણ અનિચ્છનીય વિવાદને ટાળવા માટે, અમે અદાણીના દાનને નકારવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો-ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા અને આ દેશને આપ્યો આંચકો, 25% સુધી વધારાનો ટેરિફ લાદવાનું આપ્યું વચન

MoneyControl News

MoneyControl News

First Published: Nov 26, 2024 2:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.