ગુજરાતમાં પાંચ વર્ષ પછી સૌથી મોટો લોકશાહીનો પર્વ, નેતાઓની સાથે મતદારોમાં પણ ઉત્સાહ આસમાને - the biggest festival of democracy in gujarat after five years the enthusiasm among the leaders as well as the voters is sky high | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં પાંચ વર્ષ પછી સૌથી મોટો લોકશાહીનો પર્વ, નેતાઓની સાથે મતદારોમાં પણ ઉત્સાહ આસમાને

જો તમે લોકશાહીના મોટાપર્વમાં ભાગ લેવા માંગતા હોય અને તમારુ નામ મતદાર યાદીમાં પણ છે પણ ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે. તો પણ તમે કરી શકશો મતદાન.

અપડેટેડ 12:06:08 PM Nov 22, 2022 પર
Story continues below Advertisement

જો તમે લોકશાહીના મોટાપર્વમાં ભાગ લેવા માંગતા હોય અને તમારુ નામ મતદાર યાદીમાં પણ છે પણ ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે. તો પણ તમે કરી શકશો મતદાન.

ગુજરાતમાં પાંચ વર્ષ પછી સૌથી મોટો લોકશાહીનો પર્વ આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓની સાથે મતદારોમાં પણ ઉત્સાહ આસમાને છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આત્તુર છે. બીજી તરફ સૌથી વધુ મતદાન  થાય તે માટે ચૂંટણી પંચ પણ વિશેષ ઝુંબેશ ચલાવી રહ્યું છે.

પણ કેટલાક લોકો એવા છે જેઓના નામ મતદાર યાદીમાં તો છે પરંતુ તેમનું ચૂંટણી કાર્ડ હાથ વગું નથી. ગુમ થઈ ગયુ છે. આવા લોકોને અફસોસ છે કે આ વખતે તે લોકશાહીના આ અવસરમાં ભાગ નહીં લઈ શકે. પરંતુ હવે ચૂંટણી કાર્ડ ગુમ થવાની ચિંતા છોડો. ગુજરાતમાં 100  ટકા મતદાન થાય તે માટે ચૂંટણી પંચે જે લોકોના ચૂંટણી કાર્ડ હાથ વગા નથી તેઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.

હવે તમને સ વાલ થશે કે ચૂંટણી કાર્ડ વગર કેવી રીતે મતદાન કરવા મળશે. તમારા આ સવાલના જવાબ પણ આપી દઈએ. જો તમારી પાસે ચૂંટણી નથી પણ મતદાર યાદીમાં નામ છે તો તમે વોટર કાર્ડની બદલે છે.

ચૂંટણી કાર્ડ વગર પણ મતદાન કરી શકશો, ડ્રાઇવિંગ  લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, NPR હેઠળ આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલો ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, સરકારી કે ખાનગી કંપનીનું સર્વિસ ઓળખકાર્ડ, ફોટાગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, ભારત સરકારના  સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઈસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ.

સહિત 12 જેટલા પુરવામાંથી કોઈ એક પુરાવો બતાવી તમે મતદાન કરી શકો છો.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 21, 2022 4:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.