રાજ્યસભાની ચૂંટણીને લઈને હાલમાં રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભાજપ પર એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપ દ્વારા તેમને ઓફર આપવામાં આવી છે. આટલું જ નહીં કેટલાક ધારાસભ્યોએ એવું નિવેદન પણ આપ્યું છે કે ગઈકાલથી જ ભાજપના નેતાઓ તેમના સંપર્કમાં છે. જોકે આની વચ્ચે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ સાથે જ હોવાની વાતને ફરી દોહરાવી હતી.