કેબિનેટ બેઠક પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મધ્યપ્રદેશની સરકાર પર ઉભા થયેલા સંકટ અને ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિતિ પર વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગુજરાત કૉગ્રેસની નેતાગીરી બદલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. સીએમ રૂપાણીના આવા નિવેદનનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ખુરશી પર જોખમ હોવાથી તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે.